how to make sweet corn chaat in monsoon
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વરસાદમાં બનાવો કોર્ન ચાટ, ખાવાની પડી જશે મજા

વરસાદમાં બનાવો કોર્ન ચાટ, ખાવાની પડી જશે મજા

 | 11:24 am IST
  • Share

વરસાદમાં તમે મકાઇ તો ઘણી વખત ટ્રાય કર્યો હશે. આજે અમે તમારા માટે ખાસ સ્વીટ કોર્ન ચાટ રેસિપી લઇને આવ્યા છીએ જે તમે તમારી મનગમતા શાક સાથે બનાવી શકો છો. જ્યારે સ્વીટ કોર્ન પોષક તત્વ તેમજ એન્ટી ઓક્સીડેન્ટ્સ ગુણોથી ભરપૂર હોય છે તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સ્વીટ કોર્ન ચાટ….

સામગ્રી

900 ગ્રામ – બાફેલા મકાઇ
1/2 ચમચી – લાલ મરચું
2 ચમચી – જીરા પાવડર
સ્વાદાનુસાર – મીઠું
2 નંગ – કેપ્સિકમ
2 ચમચી – લીંબુનો રસ
2 ચમચી – સમારેલી કોથમીર
1/2 ચમચી – કાળમરી પાવડર
1 કપ – ટામેટા
1 નંગ – ડુંગળી
1 ચમચી -સંચળ
જરૂરિયાત મુજબ – તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં દરેક મસાલા મિક્સ કરી લો. હવે અલગ બાઉલમાં શાક સમારીને મિક્સ કરો. હવે પેનમાં તેલ ગરમ કરી મીડિયમ આંચ પર કોર્ન ફ્રાય કરો. હવે કોર્નને શાકમાં મિક્સ કરી લો. તેમા મસાલો અને લીંબુનો રસ મિક્સ કરો. હવે તૈયાર ચાટને પ્લેટમાં નીકાળીને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ કોર્ન ચાટ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન