How to take care of your hair type? Learn one click here
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • વાળના પ્રકાર પ્રમાણે કેવી રીતે રાખશો તેની સંભાળ? જાણી લો અહીં એક ક્લિક પર

વાળના પ્રકાર પ્રમાણે કેવી રીતે રાખશો તેની સંભાળ? જાણી લો અહીં એક ક્લિક પર

 | 3:26 pm IST
  • Share

હેર ટિપ્સ : હેતા પટેલ

દરેક મહિલાના વાળ એક જેવા નથી હોતા. કોઈના વાળ ડ્રાય હોય તો કોઈના તૈલી તો કોઈના નોર્મલ હોય છે. વાળની કાળજી કરતા પહેલાં તમને તમારા વાળ કેવા પ્રકારના છે તેની જાણ હોવી જરૂરી છે. વાળ કેવા છે તે ખબર હશે તો તે પ્રમાણે તમે તમારા વાળની કેર કરી શકો છો.

તૈલી વાળની સંભાળ

  • વાળ ધોવા માટે માઈલ્ડ અથવા બેબી શેમ્પૂનો ઉપયોગ કરવો.
  • પહેલાં ગરમ તેલથી વાળમાં માલિશ કરવી અને તે પછી વાળ ધોવા.
  • તૈલી વાળને રોજ ધોવા જરૂરી છે. પણ એ વાતનું ધ્યાન રાખવું કે સ્કેલ્પ પર શેમ્પૂનો વધારે પડતો ઉપયોગ ન કરવો.
  • વાળને હંમેશાં ઠંડા અથવા હૂંફાળા પાણીથી ધોવા. ગરમ પાણીનો ઉપયોગ કરવાથી સ્કેલ્પમાંથી વધારે ઓઈલ નીકળે છે જે વાળને તૈલી બનાવે છે.
  • વાળ વધારે તૈલી હોય તો કંડિશનરનો ઉપયોગ કરવો નહીં.
  • વાળ વધારે તૈલી હોય તો બે ચમચી વિનેગરમાં ચાર ચમચી જેટલું પાણી ઉમેરી તેનાથી વાળ ધૂઓ. ક્યારેય પણ વિનેગરનો સીધો સ્કેલ્પ પર ઉપયોગ કરવો નહીં.
  • વાળમાં વારંવાર કાંસકો ફેરવવાનું ટાળવું, કારણ કે તેનાથી સ્કેલ્પમાંથી વધારે તેલ છૂટે છે.
  • પાણીમાં લીંબુ નીચોવીને તેનાથી વાળ ધોવાથી પણ વાળમાં રહેલું વધારાનું તેલ નીકળી જાય છે.

શુષ્ક વાળની સંભાળ

  • ભીના વાળ વધારે તૂટે છે માટે ભીના વાળમાં કાંસકો ફેરવતી વખતે ખાસ ધ્યાન રાખવું.
  • ઝીણા દાંતાવાળા કાંસકાની જગ્યાએ મોટા દાંતાવાળા કાંસકાનો ઉપયોગ કરવો. તેનાથી વાળમાંથી સરળતાથી ગૂંચ નીકળશે અને વાળ તૂટશે નહીં.
  • વાળમાં હંમેશાં નરમ દાંતાવાળા બ્રશનો જ ઉપયોગ કરવો.
  • જો તમારા વાળ વધારે શુષ્ક હોય તો રોજ વાળમાં શેમ્પૂ કરવાનું ટાળવું.
  • પ્રોટીનયુક્ત શેમ્પૂનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો. ડ્રાય વાળ માટે માઈલ્ડ અને એસિડિક શેમ્પૂ યોગ્ય છે.
  • હંમેશાં શેમ્પૂ કર્યાં બાદ કંડિશનરનો ઉપયોગ ચોક્કસથી કરવો
  • અઠવાડિયામાં એક વખત માથામાં તેલથી માલિશ કરવી.
  • હેર ડ્રાયર અને હોટ આયર્નના ઉપયોગ ન કરવો. તે વાળને વધારે શુષ્ક અને નિસ્તેજ બનાવે છે.
  • વાળમાં મોઈશ્ચર માટે થોડું સનફ્લાવર તેલ લગાવી શકો છો.

નોર્મલ વાળની સંભાળ

  • નોર્મલ વાળની વધારે કેર કરવી પડતી નથી. આ પ્રકારના વાળમાં કોઈપણ પ્રકારની હેર સ્ટાઈલ થઈ શકે છે.
  • અઠવાડિયામાં બે વખત માઈલ્ડ શેમ્પૂથી વાળને ધોવા અને કંડિશનર પણ કરવું. કંડિશનર લગાવીને સ્કેલ્પ પર સર્ક્યુલર મસાજ કરવું.
  • દર મહિને વાળને થોડા ટ્રીમ કરતા રહેવું.
  • વાળ ધોવા માટે હંમેશાં ઠંડા અથવા હૂંફાળા પાણીનો ઉપયોગ કરવો.
  • મહિનામાં એક વાર વાળમાં હેર માસ્ક લગાવવું
  • વાળની હેલ્થ માટે હેલ્ધી ડાયટ પણ ખૂબ જરૂરી છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન