માનવતાના સૈનિકો - Sandesh
1.6M
1M
1.7M
APPS

માનવતાના સૈનિકો

 | 4:29 am IST
  • Share

કારગીલમાં યુદ્ધ ચરમસીમાએ હતું. ભારતીય દળો દુશ્મનોનો સફાયો કરતા આગળ વધી રહ્યા હતા. દેશની સરહદમાં ઘૂસી આવેલા દુશ્મનોને ભારતીય જવાનો મક્કમ મુકાબલો કરીને પીછેહઠ કરવા મજબૂર કરી રહ્યા હતા અને જે પીછેહઠ નહોતા કરતા એ ઠાર મરાતા હતા. છેવટે થોડાં અઠવાડિયામાં ભારતીય જવાનોનો વિજય થયો. ત્યારપછી વધારાની લશ્કરી કુમકો પોતપોતાની બેરેકમાં જવા પરત ફરવા લાગી.

આવી એક કુમક પાછી ફરી રહી હતી ત્યારે રસ્તામાં સાંજ પડી ગઈ. રસ્તો પહાડી અને ખીણોવાળો હોવાથી રાત્રિ રોકાણ કરવું જરૂરી હતી. તેમણે નજીકમાં જ એક આશ્રમ જોયો અને ત્યાં રહેવાનું નક્કી કર્યું. લશ્કરી કુમકના કેપ્ટને આશ્રમના મુખ્ય આચાર્યને મળીને રાત્રે રોકવાની પરવાનગી માગી અને સાથે સૈનિકો માટે ભોજનની વ્યવસ્થા કરવા પણ વિનંતી કરી. આચાર્યએ રસોઈયાને બોલાવીને જવાનો માટે આશ્રમની પ્રથા પ્રમાણે સાદું ભોજન તૈયાર કરવા સૂચના આપી. આ સાંભળી સૈન્યના અધિકારીઓ ગુસ્સે થઈ ગયા અને આચાર્યને કહ્યું, ‘તમે જાણો છો અમે કોણ છીએ? અમે લશ્કરના સૈનિકો છીએ અને દેશની સુરક્ષા માટે લડીએ છીએ. તમારે અમને સારી રીતે રાખવા જોઈએ અને સારામાં સારું ભોજન આપવું જોઈએ.’

લશ્કરી અધિકારીઓના આવા નિવેદનની સામે આચાર્યએ પણ એટલા જ આક્રોશથી કહ્યું, ‘તમે જાણો છો અમે કોણ છીએ? અમે માનવતાના સૈનિક છીએ. અમારી નજરમાં દરેક માનવી સમાન છે.’

SMS

ઊંચનીચના ભેદ સામાન્ય માણસોની નજરમાં હોઈ શકે. કદાચ વહીવટતંત્ર પણ આવા ભેદ પાડી શકે, પરંતુ સંત-મહાત્માઓની નજરમાં માણસો વચ્ચે ભેદ ન હોઈ શકે. તેમણે તો દરેક પ્રત્યે સમભાવ અને સદ્ભાવ રાખવો પડે.  ?

(‘જીવનની પાઠશાળા’

પુસ્તકમાંથી સાભાર)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન