Hundred Sales of American virtual number e-SIM cards in the media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • સો. મીડિયામાં અમેરિકન વર્ચ્યૂઅલ નંબરના E-સિમકાર્ડનું ધૂમ વેચાણ, દેશના દુશ્મનો મોટા ષડયંત્ર માટે ઉપયોગ કરે તો જવાબદાર કોણ?

સો. મીડિયામાં અમેરિકન વર્ચ્યૂઅલ નંબરના E-સિમકાર્ડનું ધૂમ વેચાણ, દેશના દુશ્મનો મોટા ષડયંત્ર માટે ઉપયોગ કરે તો જવાબદાર કોણ?

 | 9:08 am IST
  • Share

ભારતમાં સોશિયલ નેટવર્ક પર અમેરિકાના વર્ચ્યૂઅલ નંબર ઓફર કરતા ઈ-સીમકાર્ડનું ધુમ વેચાણ થઈ રહ્યું છે. મોબાઈલ ફોનમાં ચોક્કસ એપ ડાઉનલોડ કરવાની જાહેરાતો ખુલ્લેઆમ થઈ રહી છે. ઈ-સીમ આપતી આ પ્રકારની એપથી ઈન્ટરનેટ અને મોબાઈલ વોઈપ કોલ થાય છે. તેના પર કોઈ પ્રકારનું નિયંત્રણ જ નથી. વર્ચ્યૂઅલ નંબરથી વિશ્વભરમાં કોલ થતાં હોવા છતાં ખરીદનાર પાસે તેનું ID પ્રૂફ લેવાતું નથી.

આ સંદર્ભે સાયબર એક્સપર્ટ મયૂર ભુસાવળકરે જણાવ્યું હતું કે, અમેરિકાના વર્ચ્યૂઅલ નંબર મફતમાં ઓફર કરતી જાહેરાત સોશિયલ મીડિયામાં વાઈરલ છે. સાયબર માફીયા લોકોને છેતરવા માટે સૌથી વધુ વર્ચ્યૂઅલ નંબરનો સહારો લઈ રહ્યાં છે. અમેરિકા સહિત વિવિધ 80 દેશના વર્ચ્યૂઅલ નંબર ઓફર કરાય છે. વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ ઈ-સીમની લાક્ષણિકતા ધરાવતા ફોનથી વર્ચ્યૂઅલ નંબરથી કોલ અને મેસેજ સરળતાથી કરી શકે છે.

કોલ કરનારની ઓળખ છૂપાવવા પ્રાઈવેટ નંબર પણ ઓફર થાય છે. આ પ્રકારની એપનો સૌથી વધુ ઉપયોગ મોટાભાગે સાયબર માફીયા, ડાર્કવેબ અને ઈ-ઠગબાજ કરે છે. દેશના દુશ્મનો વર્ચ્યૂઅલ નંબરનો ગેરકાયદે પ્રવૃતિ માટે ઉપયોગ કરે તેવી શક્યતા નકારી શકાય નહીં.

યૂઝર્સની સંપૂર્ણ માહિતી એપ ડેવલોપર્સના નિયંત્રણમાં આવે છે

આ પ્રકારની ચોક્કસ એપ ડાઉનલોડ કરનાર વ્યક્તિના ફોનનો કેમેરા, કોન્ટેક્ટ્સ, લોકેશન અને સ્ટોરેજ સહિતની પરવાનગી લેવામાં આવે છે. જેના થકી યૂઝર્સની સંપૂર્ણ માહિતી એપ ડેવલોપર્સના નિયંત્રણ હેઠળ આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન