Hurricane Nicholas hits Texas at 120km / h, heavy flood warning
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હરિકેન નિકોલસ 120 કિ.મી.ની ઝડપે ટેક્સાસમાં ત્રાટક્યું, ભારે પૂરની ચેતવણી

હરિકેન નિકોલસ 120 કિ.મી.ની ઝડપે ટેક્સાસમાં ત્રાટક્યું, ભારે પૂરની ચેતવણી

 | 7:40 am IST
  • Share

હરિકેન નિકોલસ મજબૂતાઇ સાથે અમેરિકાના ટેક્સાસ અને લુઇસિયાનાના સાગરકાંઠે ટકરાયું છે. અમેરિકાના રાષ્ટ્રીય હવામાન ખાતાએ આ તોફાનના કારણે ટેક્સાસથી લઇને લુઇસિયાના સુધીના વિસ્તારોમાં 10થી 20 ઇંચ વરસાદની સંભાવના દર્શાવી છે અને ભારે પૂરની ચેતવણી પણ આપેલી છે.

હરિકેન નિકોલસ માટાગાર્ડામાં સ્થાનિક સમય અનુસાર રાતના એક કલાકે ટકરાયું હતું. તોફાનના કારણે 120 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે. અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને લુઇસિયાનામાં ઇમર્જન્સી જાહેર કરી દીધી છે. હ્યુસ્ટનમાં શાળા-કોલેજોને બંધ કરી દેવામાં આવી છે અને બસો, રેલવે અને વિમાન સેવાને પણ અટકાવી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન