husband beaten Here Wife for refusing to drink beer In Honeymoon
  • Home
  • Gujarat
  • આબૂ હનીમૂન માટે ગયેલ પત્નીએ બીયર પીવાની ના પાડતા પતિએ હદ વટાવી અને…

આબૂ હનીમૂન માટે ગયેલ પત્નીએ બીયર પીવાની ના પાડતા પતિએ હદ વટાવી અને…

 | 10:12 am IST

આઠ દિવસના લગ્જીવનમાં પોરબંદરની એક યુવતીને વેદના મળી છે. આબુ ખાતે હનીમૂનમાં બીયર પીવાની ના પાડતા પતિએ માર મારતા ચકચાર જાગી છે. યુવતીએ પતિ સામે મહિલા પોલીસમા ફરિયાદ નોંધાવી છે.

પોરબંદરના સત્યનારાયણ મંદિર નજીક રહેતી એક યુવતિએ નોંધાવેલ પોલીસ ફ્રિયાદ મુજબ તેના લગ્ન અમદાવાદના ગોવર્ધન ગેલેકસી એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષિલ દિનેશ પટેલ સાથે થયા હતા.અમદાવાદથી હનીમુન માટે તેઓ આબુ ગયા હતા. ત્યાં એક હોટલમાં રૂમબુક કરાવ્યો હતો. બાદ પતિએ બહારથી બિયરની 3 બોટલ મંગાવી હતી. તેમાંથી એક બોટલ પોતે પી ગયો હતો તથા બીજી બોટલ પીવા લાગ્યો ત્યારે પત્નીને બીયર પીવા માટે અને સાથ આપવા જણાવ્યું હતું પરંતુ આ યુવતિએ બીયર પીવાનો ઇન્કાર કર્યો હતો. ઉશ્કેરાઈ તુ મારી સાથે બીયર કેમ પીતી નથી’ કહીને ગાળો બોલવા લાગ્યો હતો અને કમરના ભાગે લાત મારી દેતા આ યુવતિ પથારી ઉપર પડી ગઇ હતી અને ત્યારબાદ પણ બિયર પીવા માટે દબાણ કરતા યુવતીએ પોતે પીવાની નથી* તેમ કહેતા ઉશ્કેરાઇ ગયેલા પતિએ ઢીકાપાટુનો માર માર્યો હતો.

એટલું જ નહીં પરંતુ હાથના મુક્કા વડે માથા, મોઢાના ભાગે અને આંખ ઉપર મુંઢ ઇજા થઇ હતી. હોટલના કાઉન્ટર ઉપર જઇને વાત કરી હતી. ત્યારબાદ હોટલના સંચાલકે સાથે રૂમમાં આવીને યુવતિનો ફોન અપાવ્યો હતો એ ફોનમાંથી આ યુવતિએ તેના સસરા દિનેશ પટેલને ફોન કરી સમગ્ર હકીકત કહી હતી અને બીયર વાળી વાત કોઈ ને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું જણાવ્યું હતું. બીજા દિવસે સાસુ-સસરા તથા નણંદ અને માસાજી વગેરે આબુ તેડવા માટે આવ્યા હતા અને આબુ હોસ્પિટલમાં સારવાર અપાવી બન્નેને અમદાવાદ લઇ ગયા હતા અને ત્યાંથી આ યુવતિએ તેના ભાઇને જાણ કરતા તેનો ભાઇ અમદાવાદથી પોરબંદર પીયર તેડી આવ્યો હતો અને ત્યારબાદ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં પણ સારવાર કરાવી હતી.

આ વીડિયો પણ જુઓ : મોરબીમાં મહિલા તલાટીના લાંચનો કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન