Husband consumed poison at patan
  • Home
  • Featured
  • પાટણ: પત્નીને મોતને ઘાટ ઉતારી પતિનો આપઘાત, 3 સંતાનો નોંધારા બન્યા

પાટણ: પત્નીને મોતને ઘાટ ઉતારી પતિનો આપઘાત, 3 સંતાનો નોંધારા બન્યા

 | 6:38 pm IST
  • Share

પાટણમાં રિસામણે ગયેલી પત્નીની તિક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કર્યા બાદ પતિએ પણ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો પતિ-પત્નીના મોતના કારણે તેમના સંતાનો નોંધારા બની ગયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાટણ હાઈવે પર આવેલી સુરમ્ય રેસિડન્સીમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં ઘર કંકાશના કારણે પોતાના 3 બાળકો સાથે પતિથી અલગ પિયરમાં રહેતી પરણિતાની તેના જ પતિએ હત્યા કરી નાંખી છે.

કનુજી ઠાકોર નામના શખ્સે સસરાના ઘરે રહેતી પત્નીની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી હતી. જે બાદ પોતે પણ ઝેર પીને આપઘાત કરી લીધો હતો.

આ બનાવના પગલે ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો