Husband fired in Canada at midnight: Wife complains in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • કેનેડામાં પતિએ અડધી રાત્રે કાઢી મૂકી: પત્નીની અમદાવાદમાં ફરિયાદ

કેનેડામાં પતિએ અડધી રાત્રે કાઢી મૂકી: પત્નીની અમદાવાદમાં ફરિયાદ

 | 8:37 am IST
  • Share

શહેરના પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતીને ઓનલાઇન બિઝનેશથી યુવક સાથે સંપર્ક થયા બાદ બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં તેઓ કેનેડા રહેવા જતાં રહ્યા હતા. લગ્ન બાદ યુવતીને જાણ થઇ કે, પતિ પહેલાથી જ અન્ય યુવતી સાથે પ્રેમસંબંધમાં છે.

પતિના લેપટોપમાં પતિ સાથે તેની પ્રેમિકાના ફોટો જોતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કેનેડા ખાતે યુવતીએ પતિ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી ન હતી. બાદમાં પતિએ અડધી રાત્રે યુવતીને ઘરની બહાર કાઢી મૂકતા અમદાવાદ પરત આવી હતી. આ અંગે યુવતીએ મહિલા પોલીસમાં પતિ સહિત સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.

સેટેલાઈટમાં રહેતી હિના (નામ બદલ્યુ છે) ઓનલાઇન હેન્ડમેડ ગિફ્ટ અને ચોકલેટનું કામકાજ કરે છે. જેમાં ભરૃચના મંથન શાહે હિનાને ઇન્સ્ટાગ્રામ મેસેજ કરીને હેન્ડમેડ ગિફ્ટનો ઓર્ડર આપ્યો હતો. મિત્રતા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. મંથને અભ્યાસ અર્થે કેનેડા ખાતે જવાનું હિનાના પરિવારે લગ્નની હા પાડી હતી. પરંતુ યુવકના પરિવારજનોએ કેનેડા જવાનું હોવાથી તે સમયે લગ્નની ના પાડી હતી.

જેથી હિનાના પિતાએ તેણે કેનેડા મોકલી હતી. બાદમાં બન્ને ૨૦૧૯માં પરત અમદાવાદ આવતા ઘી કાંટા કોર્ટમાં લગ્ન કરી ફરીથી  બન્ને કેનેડા ગયા હતાં. લગ્નના બીજા જ દિવસે મંથને કહ્યું કે, મારા તારી સાથે જબરજસ્તી લગ્ન થયાં છે. થોડા દિવસોમાં હિનાને જાણ થઇ કે, મંથનને અમદાવાદમાં રહેતી મૌસમ સાથે પ્રેમસંબંધ છે. જેમાં હિનાએ પ્રેમસંબંધ વિશે પૂછતાં હિનાને ફટકારી હતી. મંથનના લેપટોપમાં મૌસમ સાથેના ફોટા જોયા હતા.

હિનાએ સાસુ સસરાને મંથનના પ્રેમસંબંધની વાત કરતા તેઓ કહ્યું કે, પ્રેમસંબંધ તો કોમન છે. પતિ મંથને હિના અને તેના પરિવારજનો પાસેથી ટુકડે ટુકડે રૃ. ૨૫ લાખ પડાવી લીધા બાદ હિનાને અડધી રાત્રે ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી હિના અમદાવાદ પરત આવીને પિૃમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ મંથન, સાસુ સોનલ અને સસરા સ્નેહલ શાહ (રહે. ભરૃચ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો