Hyderabad Disha Case : DNA proves burnt body wa that of Veterinarian Doctor
  • Home
  • Featured
  • હૈદરાબાદ સામુહિક દુષ્કર્મ કેસમાં થયો મોટો ખુલાસો, સામે આવ્યો મહત્વનો રિપોર્ટ

હૈદરાબાદ સામુહિક દુષ્કર્મ કેસમાં થયો મોટો ખુલાસો, સામે આવ્યો મહત્વનો રિપોર્ટ

 | 6:26 pm IST

તેલંગાણાના હૈદરાબાદમાં 22 વર્ષની મહિલા વેટનરી ડૉક્ટર સાથે 4 નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ પીડિતાને જીવતી સળગાવીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. હવે આ કેસમાં નવો ખુલાસો થયો છે

સામુહિક દુષ્કર્મ અને ત્યાર બાદ પીડિતાને જીવતી સળગાવનારા ચારેય નરાધમોને 9 દિવસમાં પોલીસે એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. હવે આ મામલામાં મહિલા ડૉક્ટરની સળગેલી લાશનો DNA રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટ મુજબ આ DNA ડૉક્ટરના પરિજનો સાથે મૅચ કરી રહ્યો છે.

DNA રિપોર્ટમાં થયા ખુલાસા

સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે  ગુરુવારે મહિલા વેટનરી ડૉક્ટરનો DNA રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટ આવ્યા બાદ એ પુરવાર થઈ ગયું છે કે સળગેલી લાશ મહિલા ડૉક્ટરની જ હતી અને તેના પરિજનો સાથે DNA મૅચ થાય છે. DNA તપાસથી એ વાતની પણ પુષ્ટિ થઈ ગઈ છે કે ઘટનાસ્થળે મળી આવેલી સેમિનલના ડાઘ ચાર આરોપીઓના જ હતા. મહિલા ડૉક્ટરની લાશના હાડકાઓને DNA તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. પીડિતાના કપડા પરથી સેમિનલ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.

ઘટનાની એ ગોઝારી રાત

હૈદરાબાદની નજીક સાઇબરાબાદ ટૉલ પ્લાઝાથી થોડે જ અંતરે દૂર એક મહિલાની અડધી સળગેલી લાશ મળી આવી હતી. મહિલાની ઓળખ એક વેટનરી ડૉક્ટર તરીકે થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, મહિલાની ગેંગરેપ બાદ હત્યા કરવામાં આવી હતી, બાદમાં લાશને પેટ્રોલ છાંટીને સળગાવીને ફ્લાઇઓવરની નીચે ફેંદી દીધી હતી. ઘટનામાં સામેલ ચારેય આરોપીઓની ઓળખ મોહમ્મદ પાશા, નવીન, ચિંતાકુંતા કેશાવુલુ અને શિવા તરીકે થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન