I am heartbroken by the current situation in India: Satya Nadella
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતમાં કોરોના વકરતા સત્યા નડેલાનું દર્દ છલકાયું, કરી ભાવુક Tweet

ભારતમાં કોરોના વકરતા સત્યા નડેલાનું દર્દ છલકાયું, કરી ભાવુક Tweet

 | 9:57 am IST
  • Share

ભારતમાં COVID-19ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે એવામાં તમામ લોકો એકબીજાની મદદ માટે હાથ વધારી રહ્યા છે. પછી તે ઓટોમોબાઇલ કંપનીઓ હોય કે પછી ટેકનોલોજી કંપનીઓ તમામ ભારતને મેડિકલ હેલ્પ પ્રોવાઇડ કરવામાં મદદ કરી રહ્યા છે. તાજેતરમાં જ શાઓમી, વનપ્લસ જેવી કંપનીઓ ભારતની મદદ માટે આગળ આવ્યા છે અને હવે માઇક્રોસોફ્ટના સીઇઓ અને ભારતીય મૂળના ઇન્ડિયન-અમેરિકન સત્યા નડેલા પણ ભારતની મદદ માટે આગળ આવ્યા છે. નડેલાએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે.

સત્યા નડેલાએ પોતાની ટ્વીટમાં લખ્યું કે હું ભારતની હાલની સ્થિતિ જોઇને દિલ તૂટી રહ્યું છે. તેમણે લખ્યું કે ભારતની તરફ મદદનો હાથ વધારવા માટે અમેરિકન સરકારનો ખૂબ જ આભારી છું. નડેલાએ કહ્યું કે માઇક્રોસોફ્ટ આ નાજુક સ્થિતિમાં રાહત પહોંચાડવાનું અને ઓક્સિજન કંન્સન્ટ્રેશન ડિવાઇસની ખરીદી માટે પોતાના સંસાધનોથી યથાસંભવ મદદ ચાલુ રાખશે.

આપને જણાવી દઇએ કે અમેરિકાએ ભારતને કોવિશીલ્ડ રસી બનાવા માટે કાચો માલ ઉપલબ્ધ કરાવા માટે હાથ આગળ કર્યો છે ત્યારબાદ સત્યા નડેલાએ અમેરિકાના આ નિર્ણયનું સ્વાગત કરતાં આ ટ્વીટ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન