મુઝે નહીં લગતા યહ ફ્લ્મિ સે મેરી ઈમેજ કો ફયદા હોગા!  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • મુઝે નહીં લગતા યહ ફ્લ્મિ સે મેરી ઈમેજ કો ફયદા હોગા! 

મુઝે નહીં લગતા યહ ફ્લ્મિ સે મેરી ઈમેજ કો ફયદા હોગા! 

 | 12:14 am IST
  • Share

વન્સ અપોન અ ટાઈમ

ફ્લ્મિ દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગેના સર્જનમાં શરૂઆત ટોમ ક્રૂઝ અને સૈફ અલી ખાનને હીરો તરીકે લેવાની વાત ચાલી હતી. ત્યારે શાહરૂખ ખાન તો યશ ચોપરા કે આદિત્ય ચોપરાના મનમાં હતો જ નહીં. વાતની શરૂઆતમાં ટોમ ક્રૂઝને રાજની ભૂમિકામાં લેવા માગતો હતો. આદિત્યને ખાતરી થઈ ગઈ કે પાપાજી કોઈ પણ હિસાબે ટોમ ક્રૂઝને તો નહીં લે. ત્યારે આદિત્યએ વાત પડતી મૂકી. પછી જ્યારે યશ ચોપરાએ કહ્યું કે રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, રિશી કપૂર જેવા રોમેન્ટિક હીરો હવે ઉંમર થઈ જવાના કારણે પડદા પર જામતા નથી. અને આ ફ્લ્મિમાં કોલેજિયન હીરો છે તો કોઈ નવા, રિયલ યુવાન અભિનેતાને લઈએ. પછી પૂછયું મેરી સમઝ મેં રોમાન્સ કે લિયે અબ કૌન સા હીરો ચલેગા વહ ક્લિયર નહીં હો રહા હૈ. તુમ જવાન હો, નયે હીરોલોગ કો જાનતે હો. ઉનકી ફ્લ્મિેં દેખતે હો. તુમ હી બતા સકતે હો કિ કૌન સા હીરો પરદે પર રોમાન્સ કરતા હૂઆ દિલ કો છૂતા હૈ!

તો તરત આદિત્ય ચોપરાએ કહ્યું, સૈફ અલી ખાન બઢિયા લગેગા!

તરત સૈફ અલી ખાનને યશ ચોપરાએ બોલાવ્યો અને કહ્યું, સૈફ મેરી અગલી ફ્લ્મિ મેં કોલેજિયન ટીનેજર રાજ કા એક કિરદાર હૈ. તુમ ઉસમેં બિલકુલ ફ્ટિ બૈઠોગે.

સૈફ અલી ખાને ફ્લ્મિની સ્ટોરી અને પોતાના પાત્ર વિશે જરા ડીટેઈલ માગી.

આદિત્યએ સ્ટોરીનો સાર નરેટ કરી દીધો અને રાજનું પાત્ર પણ વિસ્તારથી કહી સંભળાવ્યું. બધી વાત સાંભળીને સૈફ અલી ખાને કહ્યું, યાર! મુઝે નહીં લગતા કિ યહ ફ્લ્મિ મુઝે કરની ચાહિયે. ઈસ મેં કહાની પુરી હિરોઈન સિમરન ઔર ઉસ કે પરિવાર કે આસપાસ ઘૂમતી હૈ. આદિત્યએ કહ્યું, પર હીરો રાજ અસલી મર્દ કી તરહ સસુરાલવાલોં કો જીત લેતા હૈ! તો સૈફ અલીખાને કહ્યું,મૈં યે દિલ્લગી હૈ ઔર મૈં ખિલાડી તૂ અનાડી જૈસી ફ્લ્મિોં મેં મર્દ હીરો કા કિરદાર કર ચૂકા હૂં. ફઈટ કર ચુકા હૂં. યહ ફ્લ્મિ કરને સે મુઝે લગતા હૈ કિ મેરી ઈમેજ કો નુકસાન હોગા!

આખરે યશ ચોપરાને શાહરૂખ ખાન યાદ આવ્યો. નવો આવેલો આ અભિનેતા દીવાના અને બાઝીગરમાં રોમાન્સનો જાદુ બતાવી ચૂક્યો હતો. યશને લાગ્યું એ રાજ મલ્હોત્રાના પાત્રમાં બંધબેસતો આવી જશે. તેમણે કહ્યું, આદિ! શાહરુખ કૈસા રહેગા?

આદિત્યએ કહ્યું, હાં પાપાજી, વો ભી ફ્ટિ રહેગા.

પછી શાહરુખ ખાનને આ ભૂમિકા મળી. શાહરુખે પણ પહેલાં તો વાંધો લીધો કે યાર! અબ મેરી કોલેજિયન રોમાન્સ કરને કી ઉમ્ર કહાં રહી હૈ!

પછી યશ ચોપરાએ કહ્યું કે મેરી બાત માન લો, ફયદે મેં રહોગે.

તો શાહરુખ ખાન માની ગયો.

ફ્લ્મિના રશીઝ જોઈને તે બોલી ઊઠયો હતો, અમિતજી કે લિયે દીવારને જો કિયા, કાકાજી કે લિયે આરાધનાને જો કિયા વો યહ ફ્લ્મિ મેરે લિયે કર દેગી!

અને ખરેખર આ ફ્લ્મિ અમર ઇતિહાસ રચી ગઈ.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન