I wish my father had been here to see this Says Chetan Sakariya
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઇન્ડિયામાં જગ્યા મળતા ગુજરાતી ખેલાડી થયો ભાવુક, કહ્યું- કાશ! આજે મારા પપ્પા જીવતા હોત

ટીમ ઇન્ડિયામાં જગ્યા મળતા ગુજરાતી ખેલાડી થયો ભાવુક, કહ્યું- કાશ! આજે મારા પપ્પા જીવતા હોત

 | 12:48 pm IST
  • Share

રાજસ્થાન રોયલ્સના ફાસ્ટર બોલર્સ ચેતન સાકરિયાની ટીમ ઇન્ડિયામાં પસંદગી થઇ છે. IPL 2021માં ચેતન સાકરિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેના દમ પર તેને આવતા મહિને શ્રીલંકા પ્રવાસ માટે ભારતની વનડે અને ટી-20 ટીમ માટે પસંદ કરાયો છે. આપને જણાવી દઇએ કે ચેતન સાકરિયાએ IPL 2021માં 7 વિકેટ લીધી. આ દરમ્યાન તેણે મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના, કેએલ રાહુલ, નીતીશ રાણા જેવા ધુરંધરોને આઉટ કરવાની કમાલ કરી.

સાકરિયાએ ચાર મહિનામાં પોતાના ભાઇ અને પિતાને ગુમાવી દીધા. જાન્યુઆરી 2021મા પહેલાં તેના ભાઇએ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ મે મહિનામાં કોવિડ-19 સંક્રમણના લીધે તેના પિતાનું મોત થયું હતું. સાકરિયાએ ટીમમાં પસંદગી થયા બાદ કહ્યું કે કાશ! મારા પિતા આ જોવા માટે આજે અહીં હોત. તેઓ ઇચ્છતા હતા કે હું ભારત માટે રમું. મને આજે તેમની ખૂબ યાદ આવે છે. ભગવાને એક વર્ષના સમયગાળામાં મને ઘણા ઉતાર-ચઢાવ દેખાડ્યા છે. અત્યાર સુધી ખૂબ જ ભાવનાત્મક યાત્રા રહી. આ મારા દિવંગત પિતા અને મારી માતા માટે છે. જેમણે મને ક્રિકેટ રમવાની મંજૂરી આપી હતી.

કોરોનાએ પિતાને છીનવી લીધા

ગયા મહિને ફાસ્ટર બોલર્સ ચેતન સાકરિયાના પિતાનું કોરોના વાયરસના લીધે નિધન થયું. સાકરિયાએ પોતાના પિતા કોરોનાથી સંક્રમિત થયાના સમાચાર ફેન્સને આપ્યા હતા. સાકરિયાએ કહ્યું હતું કે હું ભાગ્યશાળી છું કારણ કે થોડાંક દિવસ પહેલાં જ મને રાજસ્થાન રોયલ્સે મારા હિસ્સાના પૈસા આપી દીધા. મેં તરત જ પૈસા ઘરે મોકલાવ્યા અને તેમાંથી મારા પિતાને ખરા સમયે મદદ મળી. જો કે તેઓ પોતાના પિતાને બચાવી શકયો નહીં.

ટ્રેનિંગ માટે નહોતા જૂતા

ચેતન સાકરિયા પર તેના પરિવારની જવાબદારી આવી ગઇ હતી. ત્યારબાદ પણ ચેતને ક્રિકેટ રમવાનું છોડ્યું નહીં. ચેતનની પાસે ટ્રેનિગં માટે જૂતા સુદ્ધા નહોતા. IPL 2021 ઓકશનના થોડાંક દિવસ પહેલાં જ ચેતનના નાના ભાઇ રાહુલે આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ પરિવારે ચેતનને આ માહિતી આપી નહોતી.

પછી કરોડપતિ બની ગયો સાકરિયા

ચેતન પરિવાર માટે નાની-મોટી નોકરી કરતો હતો, પરંતુ ક્રિકેટના લીધે કોઇ મોટી નોકરી કરી શકતો નહોતો. જ્યારે ચેનની IPL માટે પસંદગી થઇ તો તે ખૂબ જ ખુશ થયો. ચેતન સાકરિયા 20 લાખની બેઝ પ્રાઇઝની સાથે IPL ઓકશનમાં આવ્યો હતો પરંતુ તેણે પોતાની ટીમમાં સામેલ કરવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને રાજસ્થાન રોયલ્સ બંને વચ્ચે હોડ જામી હતી. આખરે રાજસ્થાન રોયલ્સે તેને 1.2 કરોડ રૂપિયા આપી તેને પોતાની ટીમમાં સામેલ કર્યો.

ધોનીની વિકેટ યાદગાર રહી

આપને જણાવી દઇએ કે ચેતન સાકરિયાએ IPL 2021માં 7 વિકેટ લીધી. આ દરમ્યાન તેણે ધોની, રૈના, રાહુલ, નીતીશ રાણા જેવા ધુરંધરોને આઉટ કરીને કમાલ કરી. ચેતન સાકરિયા માટે મહેન્દ્ર સિંહ ધોનીને આઉટ કરવું સૌથી યાદગાર પળ રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન