I would go with Mohammed Siraj in WTC Final: Harbhajan Singh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • હરભજન સિંહ WTC ફાઇનલમાં કોને રમતા જોવા માંગે છે – સિરાજ કે ઇશાંત?

હરભજન સિંહ WTC ફાઇનલમાં કોને રમતા જોવા માંગે છે – સિરાજ કે ઇશાંત?

 | 10:35 am IST
  • Share

હરભજને સિંહે એમ પણ કહ્યું કે સલામી બેટસમેન શુભમન ગિલને ઇંગ્લેન્ડ અને IPLમાં ખરાબ પ્રદર્શન બાદ ફોર્મમાં આવી જવું જોઇએ. WTC ફાઇનલ માટે ટીમની પસંદગી અંગે વાત કરતાં તેણે કહ્યું કે પ્લેઇંગ 11માં સિરાજને ઇશાંત શર્માની જગ્યાએ રમાડવો જોઇએ.

જો હું કેપ્ટન હોઉં તો હું ત્રણ ફાસ્ટ બોલર્સની રમાડું. તો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી નિશ્ચિત હશે. આ ફાઇનલમાં હું ઇશાંત શર્માની જગ્યાએ મોહમ્મદ સિરાજને લેવા માંગું તેમ હરભજન સિંહે કહ્યું. ઇશાંત શાનદાર બોલર્સ છે પરંતુ આ મેચ માટે મારી પસંદગી સિરાજ છે. જેણે છેલ્લાં બે વર્ષમાં શાનદાર સુધારો દેખાડ્યો છે.

હરભજન માને છે કે ખેલાડીના હાલના ફર્મને હંમેશા જોવું જોઇએ અને એ હિસાબથી સિરાજને જોવો જોઇએ, જેણે બ્રિસેબેનમાં પાંચ વિકેટ ભારતની સીરીઝ જીતવામાં ખૂબ જ અગત્યની રહી હતી. તમારે હાલનું ફોર્મ જોવું જોઇએ. સિરાજનું ફોર્મ, સ્પીડ અને આત્મવિશ્વાસ ફાઇનલ મેચ માટે તેને શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે. છેલ્લાં છે મહિનાના ફોર્મને જોતા તે એવો બોલર્સ દેખાય છે જે તક માટે ભૂખ્યો છે. ઇશાંતને છેલ્લાં કેટલાંક સમયથી ઇજાને કારણે ઝઝૂમવું પડ્યું છે પરંતુ તે ભારતીય ક્રિકેટ માટે શાનદાર રહ્યો છે, તેમાં કોઇ શંકા નથી.

તેણે કહ્યું કે જો તમે પિચ પર થોડુંક ઘાસ છોડી દેશો તો સિરાજ પોતાની રફતારથી ખતરનાક હશે. વિશ્વાસ કરો, ન્યૂઝીલેન્ડના બેટસમેન માટે તેને રમાડવો સરળ હશે નહીં કારણ કે તે પોતાની ઝડપથી બોલને ‘ઓફ ધ પિચ’ પણ મુવ કરે છે. તે બેટસમેન માટે મુશ્કેલ ખૂણામાં બોલિંગ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન