iaf afcat flying branch and ground duty posts recruitment
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Career
  • શું તમે ધો.12 પાસ છો? સરકાર આપી રહી છે ઈન્ડિયન એરફોર્સમાં જવાનો મોકો, આ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

શું તમે ધો.12 પાસ છો? સરકાર આપી રહી છે ઈન્ડિયન એરફોર્સમાં જવાનો મોકો, આ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

 | 5:57 pm IST
  • Share

સારી કારકીર્દી બનાવવાની સૌની ઇચ્છા હોય છે કે તે સારી જગ્યાએ સેટ થઇ જાઇ.આ માટે એક સારી તક આવી રહી છે. ઈન્ડિયન એરફોર્સે એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) 2021 માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પરીક્ષાની મદદથી ભારતીય વાયુસેનામાં ફ્લાઈંગ બ્રાંચ અને ગ્રાઉન્ડ ડ્યુટી(ટેક્નિકલ અને નોન ટેક્નિકલ)ની કુલ 334 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે ઓનલાઈન પ્રોસેસ 1 જૂનથી શરુ થશે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ careerindianairforce.cdac.in પર 30 જૂન સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

શું લાયકાત હોવી જોઇએ
અરજી કરનારા કેન્ડિડેટ્સે 50% માર્ક્સ સાથે ધોરણ 12(મેથ્સ-ફિઝિક્સ) પાસ કરેલું હોવું જોઈએ.

ઉંમર
ફ્લાઈંગ બ્રાંચ: કેન્ડિડેટ્સની ઉંમર 20થી 24 વર્ષ હોવી જોઈએ.
ગ્રાઉન્ડ ડ્યુટી: આ માટે ઉમેદવારની ઉંમર 20થી 26 વર્ષ નક્કી કરી છે.

શું છે સમગ્ર પ્રક્રિયા
અરજી કરનારા કેન્ડિડેટ્સના સિલેક્શન માટે ઓનલાઈન AFCAT પરીક્ષા લેવાશે. ગ્રાઉન્ડ ડ્યુટીના ઉમેદવારને એન્જિનિયરિંગ નોલેજ ટેસ્ટમાં પણ બેસવું પડશે. ફાઈનલ મેરિટ AFCAT અને AFSB એક્ઝામને આધારે જાહેર કરવામાં આવશે.

એક્ઝામની પદ્ધતિ
2 કલાક 45 મિનિટની આ ટેસ્ટમાં કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે, આ પ્રશ્નો જનરલ અવેરનેસ, વર્બલ એબિલિટી ઈન ઈંગ્લીશ, ન્યૂમેરિકલ એબિલિટી, રિઝનીંગ અને એપ્ટીટ્યુડના હશે. 300 માર્ક્સનું પેપર હશે.

એક્ઝામ ફી
જનરલ: 250 રૂપિયા
NCC સ્પેશિયલ એન્ટ્રી: કોઈ ફી નથી
મેટ્રોલોજી: કોઈ ફી નથી

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે છેલ્લી તારીખ પહેલાં https://careerindianairforce.cdac.in or https://afcat.cdac.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન