IAS Jayanti Government's break against the contract to Ravi husband's company
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • IAS જયંતી રવિના પતિની કંપનીને કોન્ટ્રાકટ સામે સરકારની મોટી કાર્યવાહી, કમાણી કરાવવાનો અગ્રસચિવનો કારસો ના ચાલ્યો

IAS જયંતી રવિના પતિની કંપનીને કોન્ટ્રાકટ સામે સરકારની મોટી કાર્યવાહી, કમાણી કરાવવાનો અગ્રસચિવનો કારસો ના ચાલ્યો

 | 6:55 am IST
  • Share

ગુજરાત સરકારના સિનિયર IAS અધિકારી ડો. જયંતિ રવિના પતિની કંપની આર્ગ્યુસોફટ ઈન્ડિયા લિ.ને કોઈપણ કોન્ટ્રાકટ આપતા પહેલા સરકારની મંજૂરી ફરજીયાત રીતે લેવાની રહેશે. IAS અધિકારી અને આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ આ સંદર્ભમા બે પેજનો એક પરીપત્ર પણ કર્યો છે. જેને પગલે આ સ્પષ્ટ થઈ ગયુ છે કે આખરે સરકારે ડો જયંતિની સત્તા પર અંકુશ મુકી દીધો છે.

ડો જયંતિ રવિના પતિ રવિ ગોપાલનની માલિકીની કંપની આર્ગ્યુસોફટ પાસેથી આરોગ્ય વિભાગે લગભગ અઢી વર્ષ પહેલા ટેકો સોફટવેર નામના સોફટવેરની ખરીદી કરી હતી. આશા વર્કર બહેનોને ગામડાઓમાં જઈને ડેટા તૈયાર કરવાની કામગીરી સોંપાઈ હતી. તે માટે આ બહેનોને મોબાઈલ ફોન અપાયા હતા. જેમા જયંતિ રવિના પતિની કંપનીનું સોફટવેર હતું. જો કે તેનુ કોઈ ટેન્ડર બહાર પડયુ હતુ કે કેમ તેની કોઈને ખબર નથી. ઉપરાંત આ કંપનીને કેટલા નાણા કયારે અને કઈ રીતે ચૂકવાયા તે પણ રહસ્ય છે.

દરમિયાનમાં કોરોનાની સંપૂર્ણ કામગીરી પર ડો.જયંતિ રવિ દેખરેખ રાખી રહ્યાં છે. આથી તેઓએ તેમના સ્ટાફને સૂચના આપી હતી કે કોરોના સંદર્ભનો તમામ ડેટા આર્ગ્યુસોફટમા નાખી દેવો. જેથી કર્મચારીમા ગણગણાટ શરુ થયો હતો.

આખરે સરકારની સૂચનાને પગલે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ આ કંપનીને કોન્ટ્રાકટ આપવા પર બ્રેક લગાવતો પરીપત્ર કરી દઈ ડો. જયંતિ રવિને મોકલી આપ્યો છે. જેમા સ્પષ્ટ રીતે લખ્યું છે કે કોરોના સંક્રમિત વ્યક્તિના નિદાન, લેબોરેટરી, તપાસ, સારવાર વગેરે માટે જો ટેકોસોફટવેરમા ડેટા એન્ટ્રી દ્વારા મોનિટરીંગ કરવાનુ થાય તો કેટલીક બાબતોનુ ધ્યાન રાખવુ.

પરિપત્રમા લખ્યું છે કે કોરોનાગ્રસ્ત લોકોના ડેટા સ્ટોરેજ તથા વપરાશ માટે દર્દીઓની સંમતિ જરુરી છે. આ બાબતે એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે આ કંપની સાથે MOU કરવાના થાય તો વિભાગ કક્ષાએથી જરૂરી ઠરાવ થયા પછી જ અમલીકરણ થાય તે જરુરી છે.

આથી આ અંગે સરકાર કક્ષાએથી પણ ઠરાવ જરુરી છે. બીજા શબ્દોમાં કહીએ તો હવે સરકારની મંજુરી વગર ડો. જયંતી રવિના પતિની કંપનીને કોઈ જ કોન્ટ્રકટ મળી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન