'If a ramdasivir keeps the aspect, silence against the political party that keeps five thousand?'
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ‘એક રેમડેસિવિર રાખે તો પાસા, પાંચ હજાર રાખનાર રાજકીય પક્ષ સામે મૌન?’, HCના સિંગલ જજે સરકારની ઝાટકણી કાઢતા…

‘એક રેમડેસિવિર રાખે તો પાસા, પાંચ હજાર રાખનાર રાજકીય પક્ષ સામે મૌન?’, HCના સિંગલ જજે સરકારની ઝાટકણી કાઢતા…

 | 8:25 am IST
  • Share

રેમડેસિવીર ઈંજેક્શન રાખવા બાબતે પોલીસ દ્વારા થતી કાર્યવાહીના મુદ્દે, હાઈકોર્ટના સિંગલ જજે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા સવાલ કર્યો છે કે, ‘એક રેમડેસિવીર ઈંજેક્શન રાખવાના કેસમાં પાસા, જ્યારે એક રાજકીય પક્ષ ૫,૦૦૦ ઈંજેક્શનનો ધર્માદો કરતી હોય તો તે સદભાવના ( ગુડ ફેઈથ) છે.’ હાઈકોર્ટે સ્પષ્ટપણે સરકારને ટકોર કરી છે કે, ‘આ બહુ ગંભીર બાબત છે. કોરોનાની બીજી લહેર સમયે સૌ કોઈ ડરેલા હતા, એટલે સૌએ ક્યાંકને ક્યાંક વ્યવસ્થા કરી છે.

હવે, આવા કેસમાં પાસા કરીશું ? ડોક્ટર સામે પગલા શરુ કરશો ? સરકાર જણાવે કે, પોલીસ ઈન્સ્પેક્ટરે આમાં પાસા કરવા માટે પ્રસ્તાવ મુકેલો છે ખરો ?’ હાઈકોર્ટે સરકારને આકરા શબ્દોમાં કહ્યું છે કે, ‘પ્રજાને વધારે ન ડરાવો, આ બેફામ થઈ ગયું છે, આ બહુ જ અરાજકતા ફેલાવી રહ્યું છે. બીજી લહેર એ આપણા હાથની વસ્તુ ન હતી. આના કારણમાં જતા નથી, પરંતુ તેના કારણે ઉભી થયેલી સ્થિતિને આપણે આ રીતે હેન્ડલ કરીશું ? લોકો ક્યાં જશે ?’

અરજદારના વકીલની રજૂઆત હતી કે, ‘આ કેસમાં અરજદારને મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયેલ, આ સમયે તેણે રજૂઆત કરેલી કે, હું ડોક્ટર છું પણ જો હું કોઈ રાજકીય વ્યક્તિ હોત અને ૫ થી ૧૦ હજાર રાખ્યા હોત તો મારી સામે કોઈ તપાસ થઈ ન હોત.’ સુનાવણી બાદ, હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, ‘અરજદાર ડોક્ટર સામે અટકાયતનો આદેશ કર્યો હોય તો, તેનો અમલ કરો નહીં. ‘ આ કેસની વધુ સુનાવણી ૩૧ જુલાઈએ હાથ ધરાશે.

કેસની વિગત જોઈએ તો, વડોદરાના એક ડોક્ટરે હાઈકોર્ટમાં અરજી કરી છે કે, કોરોનાના સમયમાં એક રેમડેસિવીર ઈંજેક્શન રાખવા મુદ્દે તેની સામે પાસાના કાયદા હેઠળ પગલા લેવાશે તેવી આશંકા છે. જેથી, રક્ષણ આપો. આ કેસમાં કુલ ચાર આરોપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન