if Hardik Pandya bowls two overs in the T20 World Cup, it will be an advantage
  • Home
  • Sports
  • Cricket
  • ‘ટી-20 વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યા બે ઓવર નાખે તો પણ…’

‘ટી-20 વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યા બે ઓવર નાખે તો પણ…’

 | 11:13 pm IST
  • Share

  • ટી-20 વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યાને લઇ કપિલ દેવનું નિવેદન
  • હાર્દિકને લઇ અનેક તર્ક-વિતર્ક
  • હાર્દિકના કારણે ટીમ ઇન્ડિયામાં કોઇ ફરક નહીં પડે

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે કહ્યું છે કે, હાર્દિક પંડ્યા દ્વારા બોલિંગ નહીં કરવાથી ભારતની જીતની સંભાવનાઓ પર કોઇ પણ પ્રકારની અસર નહીં થાય. પરંતુ તે 2 ઓવર પણ બોલિંગ કરે છે તો વિરાટ કોહલીની ટીમને તેનો ફાયદો મળી શકે છે. તેમણે કહ્યું કે, ટીમ પાસે તેની અછતને પૂર્ણ કરનારા ઘણા ખેલાડીઓ છે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ મુકાબલામાં 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે.

વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન કપિલ દેવે કહ્યું કે,‘એક ઓલરાઉન્ડર હંમેશા ટીમમાં અંતર પેદા કરે છે. હાર્દિક પંડ્યા દ્વારા બોલિંગ નહી કરાતા ટીમની સંભાવનાઓ પર તેની કોઇ અસર નહીં થાય. પરંતુ વિરાટ કોહલીના વિકલ્પ પર અસર જરૂરથી થશે.’ તેમણે કહ્યું કે ઓલરાઉન્ડરના હોવાથી ટીમને બેટિંગ અને બોલિંગમાં ફાયદો જરૂરથી મળે છે. આ સિવાય બોલિંગમાં બદલાવ કરવાનો વધુ એક વિકલ્પ મળે છે.

હાર્દિક પંડ્યાએ આઇપીએલ 2021 દરમિયાન બોલિંગ કરી નથી. તે બેટિંગથી પણ કંઇ સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. પરંતુ તેની એક બેટ્સમેન તરીકે ટી-20 વર્લ્ડકપમાં રમવાની સંભાવના છે. તેની ખરાબ ફિટનેસ બાદ જ ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો હતો અને ડાબા હાથના સ્પિન બોલર અક્ષય પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરને 15 સદસ્યોની ટીમમાં સ્થાન મળ્યું હતું. ઝડપી બોલર શાર્દુલ ઠાકુર આઇપીએલમાં શાનદાર બોલિંગ કરતા 21 વિકેટ ઝડપી હતી.

મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમનાર હાર્દિક પંડ્યાનો આ બીજો ટી-20 વર્લ્ડકપ છે. 2016માં તેણે 5 મેચોમાં રમવાની તક મળી હતી. આ દરમિયાન તેણે 5 વિકેટ લીધી હતી. સાથે જ 16 રન પણ બનાવ્યા હતા. તેના ઓવરઓલ ટી-20 ક્રિકેટની વાત કરીએ તો તે 170 મેચોમાં 8 અડધી સદીની મદદથી 2700થી વધુ રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 142નો છે, આ સિવાય તેણે 110 વિકેટ પણ ઝડપી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો