If Modi can speak Hindi globally, why should we be ashamed ?: Amit Shah
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મોદી વૈશ્વિક સ્તરે હિન્દી બોલી શકે તો આપણને શેની શરમ?: અમિત શાહ

મોદી વૈશ્વિક સ્તરે હિન્દી બોલી શકે તો આપણને શેની શરમ?: અમિત શાહ

 | 7:10 am IST
  • Share

ગૃહ મંત્રી અમિત શાહે હિન્દી દિવસ નિમિત્તે કહ્યું છે કે હિન્દીનો વ્યાપક રીતે ઉપયોગ કરવો જોઈએ. હિન્દી આપણી સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રીય એકતાનો પાયો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દી બોલી શકે તો આપણને શેની શરમ આવે છે? હવે એ દિવસો ગયા કે હિન્દી ભાષા બોલવાથી ચિંતા થતી હતી. ગૃહ મંત્રીએ કહ્યું કે સરકાર હિન્દી તથા દેશની અન્ય ભાષાઓના સમાંતર વિકાસ માટે પ્રતિબધ્ધ છે.

ભાષા મનોભાવ વ્યક્ત કરવાનું એક સશક્ત માધ્યમ છે. હિન્દી પ્રાચીન સભ્યતા અને આધુનિક પ્રગતિ વચ્ચેનો એક સેતુ છે. આત્મનિર્ભર ભારતનો મતલબ એ છે કે ભાષા મામલે પણ આત્મનિર્ભર થવું. હિન્દી દિવસ નિમિત્તે તેમણે બધાને સક્રિય રીતે હિન્દી ભાષાનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન