If Not Improving Then Hand Over Health Service To Army : Patna High Court Bihar Government
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પટના હાઈકોર્ટે નીતીશ કુમારની સરકારનો લીધો બરાબરનો ઉધડો, કોરોનાને લઈ આપી ધમકી

પટના હાઈકોર્ટે નીતીશ કુમારની સરકારનો લીધો બરાબરનો ઉધડો, કોરોનાને લઈ આપી ધમકી

 | 9:33 pm IST
  • Share

કેન્દ્રની મોદી સરકાર અને દિલ્હીની અરવિંદ કેજરીવાલ બાદ હવે બિહારની નીતિશ કુમાર સરકારને પણ પટના હાઈકોર્ટે બરાબરની ઝાટકી છે. પટના હાઈકોર્ટે રાજ્યની સરકારે કહ્યું હતું કે, વારંવાર આદેશ આપવા છતાંયે સ્થિતિમાં કોઈ જ સુધારો નથી રહ્યો. જો સરકાર સ્થિતિ ના સંભાળી શકતી હોય તો સ્વસ્થ્ય સેવા સેનાને સોંપી દે.  

બિહારમાં કોરોનાના મેનેજમેન્ટથી હાઈકોર્ટ લાલઘુમ

બિહારમાં કોરોનાના વધતા જતા વ્યાપ વચ્ચે રાજ્ય સરકારે આજે પટના હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્યમાં લોકડાઉન લગાવવાની જાણકારી આપી હતી. સરકાર તરફથી જસ્ટિસ સીએસ સિંહની ખંડપીઠને જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં 5થી લઈને 15મી મે સુધી લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ દરમિયાન કોર્ટે રાજ્ય સરકારને કોરોનાનો સામનો કરવામાં નિષ્ફલ રહ્યા હોવાથી ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

સ્વાસ્થ્ય સેવા સેનાને સોંપી દેવામાં આવે

પટના હાઈકોર્ટે કહ્યું હતું કે, વારંવાર આદેશ બાદ પણ સ્થિતિમાં સુધાર ના થવો શરમજનક વાત છે. કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું હ્તું કે, આ સ્થિતિમાં રાજ્યની સ્વાસ્થ્ય સેવાઓને સેનાને સોંપી દેવી જોઈએ. આમ કહી કોર્ટે આજની સુનાવણી 6 મે સુધી ટાળી દીધી હતી.

આ મામલે હવે બે દિવસ બાદ એટલે કે 6 મે એ સુનાવણી હાથ ધરવામાં આવશે. એડવોકેત જનરલ લલિત કિશોરે કહ્યું હતું કે, હજી સુધી કોર્ટ તરફથી લેખીત રૂપમાં કંઈ આવ્યું નથી. પરંતુ મને કોર્ટ તરફથી એ જરૂર કહેવામાં આવ્યું છે કે, અમારા મતે સરકાર નિષ્ફળ જઈ રહી છે તો કેમ બિહારની કોરોનાના મેનેજમેન્ટની જવાબદારી સેનાને સોંપી દેવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન