If you also have curly hair, take care this way, do not tangle
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • શું તમારે પણ વાંકડિયા વાળ છે તો આ રીતે લો કાળજી, નહીં પડે ગૂંચ

શું તમારે પણ વાંકડિયા વાળ છે તો આ રીતે લો કાળજી, નહીં પડે ગૂંચ

 | 12:54 pm IST
  • Share

કેટલાક લોકોના વાળ વાંકડિયા હોવાના કારણે તેમનુ લુર ખૂબ એટ્રેક્ટિવ લાગે છે. પરંતુ કેટલીક વખત યોગ્ય સમયે તેની કાળજી ન લેવાથી તે વિખરાઇ જાય છે અને ખરાબ લાગે છે. કારણકે વાંકડિયા વાળની કાળજી લેવી સહેલી નથી. વાંકડિયા વાળ ધોવા અને ઓળવા ખૂબ મુશ્કેલી ભર્યું કામ છે. જો તેની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો તે તૂટીને ખરવા લાગે છે. જો તમારા વાળ વાંકડિયા છે અને તેની સાચવણી કરવામાં મુશ્કેલી થઇ રહી છે તો તમે આ ટિપ્સ અજમાવી શકો છો.

વાળની ડ્રાયનેસ કરો દૂર

જે લોકોના વાળ વાંકડિયા હોય છે તે લોકોને વાળમાં ડ્રાયનેસની ફરિયાદ રહે છે. જેના કારણે તેના વાળ કમજોર થઇને તૂટલા લાગે છે. જેથી આવા વાળને વધારે ન ધોવા જોઇએ. કારણકે કુદરતી તેલ ખતમ થઇ જશે. જેથી શેમ્પુનો ઉપયોગ કરતા પહેલા વાળની તેલથી મસાજ જરૂર કરો.

ડ્રાયરનો ઓછો ઉપયોગ

હેર ડ્રાયરની ગરમ હવા વાળને નુકસાન પહોંચાડી શકે છે. ડ્રાયરની અટેચમેન્ટ એ રીતે સેટ કરો કે હવાનું ફોકસ એક જગ્યા પર ન રહે. જો બની શકે તો ડ્રાયરનો ઉપયોગ ઓછો કરો. કારણકે તેના વધારે ઉપયોગથી વાળ કમજોર થઇને ખરવા લાગે છે.

તેલથી કરો મસાજ

વાંકડિયા વાળને મુલાયમ રાખવા માટે અઠવાડિયામાં એક વખત 2-3 ચમચી બદામ તેલ કે નારિયેળ તેલ ગરમ કરીને મસાજ કરો. તેલને એક રાત આ રીતે લગાવીને રહેવા દો અને બીજા દિવસે શેમ્પુથી ધોઇ લો. તેનાથી તમારા વાળ ધોઇ લીધા પછી મેનેજ કરવામાં સહેલાઇ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન