If you also have skin rashes due to rain water, do a desi treatment
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • શું વરસાદના પાણીને કારણે તમારે પણ ચામડી કોહવાઇને નીકળી રહી છે તો કરો દેશી ઇલાજ

શું વરસાદના પાણીને કારણે તમારે પણ ચામડી કોહવાઇને નીકળી રહી છે તો કરો દેશી ઇલાજ

 | 1:58 pm IST
  • Share

ખાસ કરીને ઋતુ બદલાવવાથી કેટલાક લોકોની સ્કિન પીલિંગ કે ચામડી ઉતરવા લાગે છે. જો તેનું ધ્યાન રાખવામાં ન આવે તો તે ગંભીર સમસ્યા પણ થઇ શકે છે. જોકે તેમા કોઇપણ પ્રકારનો દુખાવો થતો નથી. પરંતુ લોકોને ચામડી ઉતરવાના કારણે પરેશાની થઇ શકે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો કેટલાક ઘરેલું નુસખા અજમાવીને રાહત મેળવી શકો છો.

ગરમ પાણી

રોજ એક બાઉલ ગરમ પાણીમાં તમારા હાથને 10 મિનિટ માટે ડૂબાડીને રાખી શકો છો. તમે ઇચ્છો તો તે પાણીમાં મધ અને લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો. આમ કરવાથી તમારા હાથની ત્વચા નરમ થઇ જશે અને શુષ્ક ત્વચા પણ બંધ થઇ જશે.

વિટામિન ઇ યુક્ત તેલ

જો તમે પણ હાથની ચામડી ઉતરવાની સમસ્યાથી પરેશાન છો તો વિટામિન ઇ યુક્ત તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ તેલથી રોજ હાથની માલિશ કરવાથી રાહત મળી શકે છે.

એલોવેરા જેલ

રોજ સૂતા પહેલા તમારા હાથ પર એલોવેરા જેલથી માલિશ કરો અને સવારે ઉઠીને હાથને નવશેકા પાણીથી ધોઇ લો. તે પછી હાથ પર મોઇશ્ચરાઇઝર લગાવી લો. આમ કરવાથી ઝડપથી તમને આ સમસ્યાથી રાહત મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન