If you do not have these things somewhere in your home,Remove it soon
  • Home
  • Astrology
  • ક્યાંક તમારા ઘરમાં તો નથીને આ વસ્તુઓ, જલ્દીથી દૂર કરો નહીંતો થઈ જશો ઠન ઠન ગોપાલ

ક્યાંક તમારા ઘરમાં તો નથીને આ વસ્તુઓ, જલ્દીથી દૂર કરો નહીંતો થઈ જશો ઠન ઠન ગોપાલ

 | 12:00 pm IST

ઘરમાં સુખ સમૃદ્ધિ માટે હાજર સામાન ખુબ મહત્વપૂર્ણ હોય છે. ઘરમાં જે સામાન રાખવામાં આવ્યો હોય અથવા તો હોય તેનાથી નકારાત્મક કે સકારાત્મક ઊર્જાનું સર્જન થતું હોય છે. આથી ઘરમાં અનાવશ્યક સામાન રાખવો જોઈએ નહીં કારણ કે તેની વિપરીત અસર પડી શકે છે.

આ પણ વાંચો: આ 5 રાશિના છોકરાઓ હોય છે છોકરીઓના સપનાઓના રાજકુમાર, પતિ તરીકે મળે તો જીવન થાય સફળ

જો ઘરમાં રૂપિયાની અછત હોય તો તેની પાછળ ઘરનો વાસ્તુદોષ હોઈ શકે છે. આથી આજે આપણે જોઈશું કે ઘરમાં એવી કઈ વસ્તુઓ છે જે ન હોવી જોઈએ. એવી કઈ વસ્તુઓ જો ઘરમાં રાખવામાં આવે તો સુખ સમૃદ્ધિ નષ્ટ થાય છે.

કબૂતરનો માળો
ઘરમાં કબૂતરનો માળો હોવો જોઈએ નહીં. જો ઘરમાં કબૂતરનો માળો હોય તો તેને અશુભ ગણવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહેતી નથી.

મધપૂડો
જો ઘરમાં મધપૂડો હોય તો તે પણ અશુભ ગણાય છે. જ્યોતિષના જાણકારો માને છે કે ઘરમાં મધમાખીનો મધપૂડો હોવાથી દુર્ઘટનાઓ થઈ શકે છે. આથી ઘરમાં ક્યારેય મધમાખીઓનો મધપૂડો બનાવવા દેવો જોઈએ નહીં.

કરોળિયાના જાળા
ઘરમાં કરોળિયાના જાળા ક્યારેય હોવા જોઈએ નહીં. તેનાથી ઘરમાં આર્થિક સમસ્યાઓ પેદા થાય છે. વાસ્તુ મુજબ તેનાથી ઘરમાં કંકાશ અને પરેશાનીઓ વધે છે.

તૂટેલો અરીસો
ઘરમાં તૂટેલો અરીસો રાખવો જોઈએ નહીં. તે અશુભ ગણાય છે. આમ કરવાથી નકારાત્મક ઊર્જા પેદા થાય છે તથા ઘરમાં નાણાની અછત ઊભી થાય છે. ઘરમાં ફાલતુ ખર્ચા વધે છે.

દીવાલોમાં તિરાડ
ઘરમાં જો ક્યાય પણ દીવાલોમાં તિરાડ જોવા મળે તો તે અશુભ ગણાય છે. ઘરની દીવાલોમાં તિરાડ પડવી તે અશુભ ગણાય છે. આથી દીવાલોને હંમેશા સ્વચ્છ, અને તિરાડ વગરની રાખવી જોઈએ.

નકામો સામાન અને ભંગાર
ઘરમાં નકામો સામાન રાખવો જોઈએ નહી તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે. ઘરમાં કંકાશ વધે છે અને દરિદ્રતા પણ વાસ કરે છે આથી ભૂલથી પણ ક્યારેય નકામો સામાન ઘરમાં સંઘરી રાખવો જોઈએ નહી.

આ વીડિયો પણ જુઓ: જાણો કુંડળીમાં શુક્ર અસ્તનો હોય તો કયા ઉપાય કરવા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન