if you have also baldness problem than apply these oil
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ટાલિયાપણા સહિત ખોડાની સમસ્યા થશે દૂર, લગાવો આ એક વસ્તુ

ટાલિયાપણા સહિત ખોડાની સમસ્યા થશે દૂર, લગાવો આ એક વસ્તુ

 | 12:26 pm IST
  • Share

ચહેરાની સાથે વાળ પણ આપણી પર્સનાલિટીને વધાકરે છે અને જો તે ઉંમરથી પહેલા ખરી જાય તો શરમ અનુભવવી પડે છે. મહિલાઓની સરખામણીમાં પુરૂષોમાં ટાલિયાપણાની સમસ્યા વધારે જોવા મળે છે. ટાલિયાપણાને કારણે કેટલાક લોકો ઘણી બ્યુટી ટ્રીટમેન્ટનો સહારો પણ લે ઠે. પરંતુ કોઇ ફરક પડતો નથી. તમારી આ સમસ્યાને દૂર કરવા માટે અમે ઉપાય લઇને આવ્યા છીએ. જે તમારા માટે બેસ્ટ છે. આ એક તેલ લગાવવાથી તમારી દરેક સમસ્યાથી રાહત મળે છે. ફુદીનાના તેલમાં એવા તત્વ રહેલા છે જે વાળની સમસ્યા જેમ કે ટાલિયાપણું, ખરતા વાળ, ખોડા સહિતની સમસ્યાને દૂર કરે છે. તે સિવાય ગરમીમાં તેનાથી માલિશ કરવાથી માથાના દુખાવમાં રાહત અને ઠંડક મળે છે.

ટાલિયાપણું

જો તમારા વાળ ઝડપથી ખરવા લાગે છે તો તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો. આ તેલથી માથામાં માલિશ કરવાથી રોમછિદ્ર ખુલે છે અને નવા વાળ આવવા લાગે છે. આ તેલથી માલિશ કરતા પહેલા તેમા વિટામીન ઇની કેપ્સૂલ મિક્સ કરો અને રાત્રે સૂતા પહેલા તેને વાળમાં લગાવો. તેનાથી લોહીનું પરિભ્રમણ તેજ થવાથી વાળ વધવા લાગે છે.

મજબૂત વાળ

આ તેલમાં પ્યૂલગોન અને મેંટોન તત્વ હોય છે. જે વાળને જડમૂળથી મજબૂત કરે છે. તમે તેને સીધા વાળ પર પણ લગાવી શકો છો. તે સિવાય નારિયેળ કે બદામના તેલમાં મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો.

ખોડો

ખોડાની સમસ્યા ખૂબ સામાન્ય છે. તેના કારણે સ્કેલની શુષ્કતા વધવા લાગે છે. તો તમે પણ ખોડાની સમસ્યાથી પરેશાન છો તો ફુદીનાનું તેલ બેસ્ટ ઓપ્શન છે. તેના નિયમિત ઉપયોગથી વાળમાં ભેજ રહે છે અને વાળને પોષણ મળવાની સાથે તે સુંદર પણ થાય છે.

મગજ રાખે ઠંડુ

ફુદીનો ખૂબ ડ ઠંડુ હોય છે. જેથી ગરમીમાં આ તેલની માલિશ કરવાથી મગજ પણ ઠંડું રહે છે. તેનાથી થાક અને સુસ્તી પણ દૂર થાય છે.

માથાનો દુખાવો દૂર કરો

ગરમીમાં માથાના દુખાવાની સમસ્યા ખૂબ સામાન્ય હોય છે. તેનાથી રાહત મેળવવા માટે ફુદીનાનું તેલ ખૂબ ફાયદાકારક છે. કારણકે તેમાં આ દરેક સમસ્યા દૂર કરવાના ગુણ રહેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન