If you have forgotten the mobile number registered with Aadhaar, check this way
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • Aadhaarની સાથેનો રજીસ્ટર મોબાઈલ નંબર ભૂલી ગયા હોય તો આ રીતે બે મિનિટમાં કરો ચેક

Aadhaarની સાથેનો રજીસ્ટર મોબાઈલ નંબર ભૂલી ગયા હોય તો આ રીતે બે મિનિટમાં કરો ચેક

 | 9:28 pm IST
  • Share

આપણા બધા માટે આધાર કાર્ડ(Aadhaar card) કેટલું મહત્વનું છે તે વિશે કંઇ પણ કહેવાની આવશ્યકતા નથી. ભારતમાં આધાર ફરજિયાત બન્યાને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો એવા છે કે જેઓ આધાર નોંધણી સમયે આપેલા ફોન નંબર અથવા ઇમેઇલ આઈડી ભૂલી ગયા છે. હકિકતમાં તમારો આધાર નંબર મોબાઇલ સાથે લીંક કરવામાં આવે છે, જેથી તમારા સુધી સરળતાથી જોડાણ થઈ શકે અને આધાર સાથે સંકળાયેલ તમામ ઓટીપી(OTP), અને એસએમએસ(SMS) નોટિફેકેશન પણ તે જ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવે છે. આવી સ્થિતિમાં તે નંબર યાદ ન રાખવાને કારણે ઘણી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

UIDAI આધાર કાર્ડ ધારકોને આધાર સાથે જોડાયેલ સેવા જોવા માટે વેરીફાઈ ઇમેઇલ/મોબાઇલ નંબરની સુવિધા પૂરી પાડે છે. જો તમે તમારા આધાર પરથી મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી તપાસવા માંગતા હો, તો તે ખૂબ જ સરળ છે. તમે ઘરે બેઠા તપાસ કરી શકો છો. ચાલો આપણે તે રીતે જાણીએ.

આ રીતે કરો ચેક

  • સૌ પ્રથમ, તમારે સત્તાવાર વેબસાઇટ www.uidai.gov.in ની મુલાકાત લેવી પડશે.
    હવે તમારે માય આધાર ટેબમાં વેરિફાઇડ ઇમેઇલ/મોબાઇલ નંબર વિકલ્પ પસંદ કરવો પડશે.
  • આ પછી તમારી સિસ્ટમ પર એક નવું પેજ ખુલશે. અહીં, તમારો આધાર નંબર, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી દાખલ કરો. આમાં, તે જ મોબાઇલ નંબર અને આઈડીનો ઉપયોગ કરો કે જેને તમે વેરીફાઈ કરવા માંગો છો.
  • આ પછી, કેપ્ચા કોડ દાખલ કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો
  • જો મોબાઈલ નંબર દાખલ કરેલ હશે તો તેના પર ઓટીપી આવશે, જો ઇમેઇલ આઈડી દાખલ કરવામાં આવેલ હશે તો ઓટીપી મેઇલ પર આવશે.
  • હવે નિર્ધારિત સ્પેસમાં મળેલ ઓટીપીને દાખલ કરો.

આ પછી, જો આપેલ મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઈડી યુઆઈડીએઆઈના રેકોર્ડ સાથે મેળ ખાય છે, તો સ્ક્રીન પર મેસેજ આવશે કે તમારા દ્વારા આપવામાં આવેલ મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી રેકોર્ડમાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે. બીજી બાજુ, જો ત્યાં કોઈ અન્ય મોબાઇલ નંબર/ઇમેઇલ રજિસ્ટર છે, તો પછી ચકાસણી પ્રક્રિયામાં દાખલ કરેલો મોબાઇલ નંબર/ઇમેઇલનો મેચ નથી ખાતો તેવો મેસેજ આવશે. આ તમને જાણ કરશે કે આધાર નંબર બનાવતી વખતે તમે બીજો મોબાઇલ નંબર/ઇમેઇલ આપ્યો છે.

મોબાઇલ સાથે આધારને આ રીતે કરો લિંક

જો તમે તમારો મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી આધાર સાથે લિંક કરવા માંગતા હો, તો તમારે આ માટે આધાર સેન્ટર પર જવું પડશે. તમે ઓનલાઇન લિંક કરી શકતા નથી. તેને લિંક કરવા માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજોની જરૂર નથી. આ માટે, તમારે બાયોમેટ્રિક ઓથેટિકેશન કરવું પડશે.

આ વીડિયો પણ જૂઓ: રાજ્યમાં રાત્રી કર્ફ્યૂના શહેરોમાં વધારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન