If you want to live a happy life, try these ten remedies, it will be beneficial
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • સુખમય જીવન જીવવું હોય તો આ દસ ઉપાય અજમાવો,થશે ફાયદો

સુખમય જીવન જીવવું હોય તો આ દસ ઉપાય અજમાવો,થશે ફાયદો

 | 7:40 am IST
  • Share

સુખમય જીવન જીવવા માટે આપણે અનેક પ્રયત્નો કરતા રહેતા હોઈએ છીએ. અલબત્ત, સારાં કર્મો આપણને આમાં ખૂબ ફાયદો કરાવે છે. પણ ઘણી વાર એવું બનતું હોય છે કે સારાં કર્મો કર્યા પછી પણ અમુક મુશ્કેલી જીવનમાં આવતી રહેતી હોય છે. આ મુશ્કેલી આપણને તકલીફ અને પીડા આપે છે ત્યારે વિચાર આવે કે સારાં કર્મો કરવામાં એવી તો શું ચૂક આવી હશે, કે મહેનત કરવામાં એવી તો શું ચૂક આવી હશે કે આ તકલીફનો સામનો કરવો પડે છે.

આ બધામાંથી અમુક ઉપાય તમને ઉગારી શકે છે. આપણા વડીલો ઘણીવાર અમુક વસ્તુ કરે ત્યારે આપણે બોલીએ છીએ કે આવી રીતે સિદ્ધિ મળે ખરી? તો ખરેખર જવાબ એ છે કે આવી રીતે સિદ્ધિ મળી જ શકે છે. જેમ કે, તમે બહાર સારા કામે જતાં હોય ત્યારે તમને તમારી માતા ગળ્યું દહીં ચટાડતાં હોય છે, આને શુકન કહેવાય છે. કહેવાય છે કે ગળ્યું દહીં ખાવાથી કામ તરત પતી જાય છે. આવા અનેક બીજા પણ ટુચકા છે જેને અપનાવવાથી ધનપ્રાપ્તિ થાય છે, સુખમય જીવન જાય છે, સ્વાસ્થ્ય સારું રહે છે અને બીજી પણ તકલીફમાંથી મુક્તિ મળે છે.

ક્યારેય પથારી ઉપર બેસીને મતલબ કે બેડ ઉપર બેસીને ભોજન ન કરવું. આમ કરવાથી ઘરમાં અશાંતિ વ્યાપે છે અને ઘરના સભ્યો ઉપર દેવું ચઢી જાય છે. માટે હંમેશાં નીચે બેસીને કેે ડાઈનિંગ ટેબલ ઉપર બેસીને જ ભોજન કરવું જોઈએ.

રાત્રિના સમયે સૂતા પહેલાં હંમેશાં રસોડામાં પાણીની એક ડોલ મૂકીને જ સૂવો. આમ કરવાથી જો તમારા ઉપર દેવું ચઢી ગયું હશે તો તે દૂર થશે અને પૈસાની તકલીફમાંથી પણ મુક્તિ મળશે.

મહિનામાં એક વાર ઘરમાં સાકરવાળી ખીર બનાવવી જ જોઈએ અને આ ખીરને બધા સભ્યોએ મળીને ખાવી. આમ કરવાથી પૈસાની તંગી દૂર થશે. ગરીબી તમારી સાથે નહીં રહે અને તમારી ઉપર સતત માતા લક્ષ્મીની કૃપા બની રહેશે.

કોઈપણ ફળ ખાઈને તેની છાલ ક્યારેય કચરાપેટીમાં ન ફેંકવી. તેને કચરાપેટીમાં ફેંકવાને બદલે ઘરની બહાર જઈને કોઈ પશુ ખાઈ શકે તે રીતે ફેંકો. આમ કરવાથી ધનલાભ થશે. જો ઘરમાં કોઈ વારંવાર બીમાર પડી જતું તો તે પણ નહીં થાય અને ઘરના દરેક સભ્યો સાજા-નરવા રહેશે.

આપણે રોજ ઘરમાં પૂજાસ્થાને દીવો કે આરતી કરતાં હોઈએ છીએ. પૂજામાં મૂકેલો દીવો કે પાણિયારે પ્રગટાવેલો દીવો ક્યારેય ફૂંક મારીને ન હોલવવો. આમ કરવાથી કોઈ માઠા સમાચાર આવી શકે છે. ઘરના સભ્યોને તકલીફ પડી શકે છે. ઘરમાં પૂજાનું મંદિર હંમેશાં ઈશાન ખૂણામાં જ રાખો અને પૂજાની વસ્તુઓ, અગરબત્તી વગેરે દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખવું.

જો જીવનમાં ઘણી મહેનત કરવા છતાં પ્રગતિ ન થતી હોય તો રાત્રે સૂતાં પહેલાં બાથરૂમમાં ડોલમાં પાણી ભરીને રાખવું. આમ કરવાથી તમારી પ્રગતિના માર્ગ આપોઆપ ખૂલવા લાગશે.

સૂર્યાસ્ત સમયે કોઈને પણ દૂધ, દહીં કે ડુંગળી ન આપવી. આમ કરવાથી ઘરના સુખમાં ઘટાડો થાય છે અને સમૃદ્ધિનો નાશ થાય છે. માટે સૂર્યાસ્ત સમયે મહેમાન આવ્યું હોય તો પણ ચા બનાવવાને બદલે શરબત બનાવો અથવા સૂર્યાસ્ત થાય તેની રાહ જુઓ.

ઘરના મુખ્ય દરવાજાની સામે કચરાપેટી ન રાખવી. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે અને પડોશી સાથે દુશ્મની પણ થાય છે.

રોજ સવારે ઘરમાં ફિલ્મીગીતો મૂકવાને બદલે ભજન કે મંત્ર-સ્તુતિ મૂકવાં. આવું કરવાથી તમારા પરિવાર પર ક્યારેય કોઈ સંકટ નહીં આવે. ભગવાનની કૃપા હંમેશાં તમારા અને તમારા પરિવાર ઉપર બનેલી રહેશે.

રોજે સવારે તુલસીક્યારે પાણી ચડાવવાથી ઘરના સભ્યોમાં લાગણી-ભાવના બની રહેશે. આટલી વસ્તુઓનું ધ્યાન રાખવાથી તમે હંમેશાં સુખી રહેશો. પ્રગતિ થશે. લક્ષ્મીજીની કૃપા થશે અને ક્યારેય ધનમાં નુકસાની નહીં આવે.

જ્યોતિષ શાસ્ત્ર

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન