If you want to remove the blackness of your underarms
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • શું તમારા અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માંગો છો તો કરો બસ આટલું

શું તમારા અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માંગો છો તો કરો બસ આટલું

 | 3:22 pm IST
  • Share

ટાઇટ કપડા પહેરવાથી ત્વચા અને કપડા વચ્ચે ઘર્ષણ થવા લાગે છે. જેનાથી અંડરઆર્મ્સની ત્વચા શ્યામ પડી જાય છે. રેઝર કે હેર રિમૂવિંગ ક્રીમના ઉપયોગથી પણ આવુ થાય છે. પરંતુ આપણી પાસે રસોડામાં કેટલીક એવી વસ્તુઓ ઉપલબ્ધ છે. જેની મદદથી આપણે ડાર્ક અંડરઆર્મ્સની સમસ્યાને દૂર કરી શકી છીએ. જો તમે પણ આ ડાર્ક અંડરઆર્મ્સના કારણે સ્લીવલેસ ડ્રેસ પહેરી શકતા નથી તો અમારા ઘરેલું ઉપાય અજમાવી જુઓ.

બેકિંગ સોડા

એક ચમચી બેકિંગ સોડામાં બે ચમચી પાણી મિક્સ કરી લો. હવે આ મિશ્રણને શ્યામ થઇ ગયેલા ભાગ પર લગાવો. 20 મિનિટ બાદ તેને નવશેકા પાણીથી ધોઇ લો. બેકિંગસોડામાં નારિયેળ તેલ મિક્સ કરીને પણ મસાજ કરી શકો છો. આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર લગાવો.

નારંગી

નારંગીની છાલને તડકામાં સુકવી દો. ત્યાર પછી તેનો પાઉડર બનાવીને લો અને બે ચમચી પાઉડરમાં ગુલાબજળ અને દૂધ એક સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને હળવા હથથી મસાજ કરો અને 15 મિનિટ બાદ તેને ધોઇ લો.

બટેટા

બટેટા સુંદરતા માટે બેસ્ટ માનવામાં આવે છે. બટેટાની પેસ્ટ બનવા લો. નહીંતક તેની સ્લાઇસ લઇને તેને અંડરઆર્મ્સ પર રગડો. આમ 20 મિનિટ સુધી આ ઉપાય કરો અને સાદા પાણીથી તેને ધોઇ લો. આ ઉપયા કરવાથી સરળતાથી અંડરઆર્મ્સની કાળાશ દૂર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન