If your eyebrows are too thin then try this remedy to make it plump
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • શું તમારી આઇબ્રો પણ પાતળી છે તો ભરાવદાર બનાવવા માટે અજમાવો આ દેશી ઉપાય

શું તમારી આઇબ્રો પણ પાતળી છે તો ભરાવદાર બનાવવા માટે અજમાવો આ દેશી ઉપાય

 | 2:14 pm IST
  • Share

ચહેરાની સુંદરતામાં આંખો અને આંખોની સુંદરતામાં આઇબ્રો મહત્વનો ભાગ ભજવે છે. તેની સુંદરતા વધી જાય છે જ્યારે આઇબ્રો ભરાવદાર હોય છે. આઇબ્રો ભરાવદાર હોવા પર તમે મેકઅપ વગર પણ ખરાબ લાગો છો.. જ્યારે પાતળી આઇબ્રો ચહેરાની સુંદરતાને ખરાબ કરી દે છે. કેટલીક યુવતીઓ આઇબ્રોને ભરાવદાર કરવા માટે પેન્સિલનો ઉપયોગ કરે છે. તો અન્ય કેટલીક બ્યુટી પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે.

પરંતુ કુદરતી રીતે આઇબ્રોને લાંબી અને ભરાવદરા બનાવવા માટે કેટલાક ઘરેલું ઉપાય છે. જેનાથી તમારી આઇબ્રો કાળી અને ભરાવદાર તેમજ સુંદર બનાવી શકો છો. તો ચાલો જોઇએ કઇ છે તે વસ્તુ..

સામગ્રી

1 નંગ – ડુંગળી
1 ચમચી – નારિયેળ તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક ડુંગળી લઇને તેને મિક્સરમાં બરાબર પીસી લો. હવે તેના રસને એક બાઉલમાં નીકાળી લો. હવે તેમા એક ચમચી નારિયેળ તેલ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો. હવે તેને રાતના સમયે રૂની મદદથી આઇબ્રો પર લગાવી લો. તેને આખી રાત લગાવી રાખો. સવારે વહેલા તેને નવશેકા પાણીથી ધોઇ લો.

ફાયદા

ખાવામાં સ્વાદ અને સલાડ તરીકે ઉપયોગમાં લેવાતી ડુંગળી તમારી આઇબ્રોને ભરાવદાર કરવાનું કામ કરે છે. તેમજ ડુંગળીમાં ભરપૂર પ્રમાણમાં સલ્ફર રહેલું છે. જે વાળને વધારવામાં મદદ કરે છે. નારિયેળનું તેલ વાળને મોટા અને મજબૂત બનાવવામાં ગુણકારી છે. બન્ને વસ્તુને એક સાથે મિક્સ કરીને સહેલાઇથી ભરાવદાર બનાવી શકો છો. તમે પણ આ નુસખો ટ્રાય કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન