if your hand and leg black due to suntan than follow homeremedy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • તડકાના કારણે તમારા હાથ-પગ પણ પડી ગયા છે કાળા તો કરો આ ઉપાય

તડકાના કારણે તમારા હાથ-પગ પણ પડી ગયા છે કાળા તો કરો આ ઉપાય

 | 5:29 pm IST
  • Share

ગરમીની ઋતુમાં ખૂબ આકરો તડકો હોય છે. આ તેજ કિરણોના કારણે શરીર પર ટેન થવી એક સામાન્ય વાત છે. આ સમસ્યાથી બચવા માટે લોકો કેમિકલ્સ યુક્ત ક્રીમનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી ત્વચાની એલર્જી થવાનો ડર રહે છે. સનટેન દૂર કરવા અને સુંદરતા પરત મેળવવા માટે તમે રસોઇ ઘરમાં પડેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી તમે થોડીક મિનિટોમાંજ સનટેનની સમસ્યા દૂર થઇ શકે છે.

દહીં

સનટેનને દૂર કરવા માટે ચણાનો લોટમાં દહીં અને લીંબુના રસ થોડોક રસ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. ત્યાર પછી તે સૂકાઇ જાય એટલે તેને સાદા પાણીથી ધોઇ લો. તે સિવાય તમે દહીમાં ચપટી હળદર મિક્સ કરીને હાથ, ગરદન અને ચહેરા પર 20 મિનિટ સુધી સતત લગાવી રાખો. આ ઉપાય કરવાથી સનટેનની સમસ્યા દૂર કરી શકાય છે.

ટામેટા

ટામેટાને કટ કરની તેની સ્લાઇસથી ત્વચા પર રગડી લો. તેની પેસ્ટ બનાવીને પણ તમે હાથ, ચહેરા, ગરદન પર લગાવી શકો છો. તે સૂકાઇ ગયા પછી તેને ધોઇ લો. આ ઉપાય કરવાથી સનટેન દૂર થઇ શકે છે.

પપૈયા

સનટેનને ઓછું કરવા માટે પપૈયાને મેશ કરીને પ્રભાવિત ભાગ પર લગાવીને રગડી લો. આ ઉપાય કરવાથી પણ મિનિટમાં દૂર થઇ શકે છે.

દૂધ

ચાર મોટી ચમચી દૂધ, એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ મિક્સ કરીને 15 મિનિટ સુધી પ્રભાવિત જગ્યા પર લગાવીને રાખો. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઇ લો. આ ઉપાયથી સનટેનની સમસ્યાથી છૂટકારો મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન