illegal religious conversion case Umar Gautam profile
  • Home
  • Featured
  • ધર્માંતરણ કેસ: જાકિર હુસૈનથી પ્રભાવિત થઈ ગૌતમ હિન્દુમાંથી મુસ્લિમ બન્યો

ધર્માંતરણ કેસ: જાકિર હુસૈનથી પ્રભાવિત થઈ ગૌતમ હિન્દુમાંથી મુસ્લિમ બન્યો

 | 3:30 pm IST
  • Share

  • યુપી-દિલ્હીમાં 10 જેટલા મુક બધીરોનું ધર્માંતરણ કરાવ્યાની કબૂલાત
  • વડોદરાની હોટેલમાં ગોધરાકાંડના રમખાણોની ચર્ચા માટે મિટિંગ
  • સલાઉદ્દીન સહિત 200 લોકો હાજર રહ્યાં

 

ધર્માંતરણ અને ફંડિંગ કેસમાં ઉત્તર પ્રદેશથી વડોદરા લાવવામાં આવેલા આરોપીઓ સલાઉદ્દીન શેખ અને ઉંમર ગૌતમ હાલ પોલીસ રિમાન્ડ પર છે. જ્યાં આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે.

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું છે કે, તેઓએ દિલ્હી સહિત ઉત્તર પ્રદેશમાં 10 જેટલા મુકબધીરોનું ધર્મ પરિવર્તન કરાવ્યું છે. ખાસ વાત એ છે કે, આરોપી પૈકી ઉંમર ગૌતમે ખુદ સાડા 3 દાયકા પહેલા 20 વર્ષની ઉંમરે હિન્દુ ધર્મ છોડીને ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો હતો. ઉંમર ગૌતમ મુસ્લિમ સ્પીકર જાકિર હુસૈનથી પ્રભાવિત થઈને હિન્દુમાંથી મુસ્લિમ બનવાનો નિર્ણય કર્યો હતો.

ઉંમર ગૌતમે ભરૂચ, નબીપુર, અંકલેશ્વર સહિત ગુજરાતમાં અનેક સ્થળોએ પ્રવાસ કર્યાની કબૂલાત કરી છે. આ સિવાય ઉંર ગૌતમ અને યુકેના અબ્દુલ ફેફડાવાલાએ વડોદરાની હોટલમાં ગોધરાકાંડના રમખાણોની ચર્ચા કરી હતી. આ મિટિંગમાં સલાઉદ્દીન સહિત 200 લોકો હાજર રહ્યાં હતા.

પોલીસે રિમાન્ડ રિપોર્ટમાં કહ્યું છે કે, સલાઉદ્દીન શેખ આફમી ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી અને ધર્માંતરણ કેસનો મુખ્ય સુત્રધાર છે. જેણે ઉંમર ગૌતમ તેમજ અન્ય સાગરિતો સાથે મળીને વર્ષ 2017થી અત્યાર સુધી 80 કરોડ રૂપિયાનું ફંડિંગ અલગ-અલગ દેશોમાંથી પ્રાપ્ત કર્યું છે. આ રકમનો ક્યાં કામ માટે ઉપયોગ કરવામાં આવ્યો? શું આ રકમથી ધર્માંતરણ તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવામાં આવી હોવાની આશંકાને પગલે તેની તપાસ કરવી જરૂરી છે. જે બાદ કોટ્રે બન્ને આરોપીઓને 7 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.

કોણ છે ઉંમર ગૌતમ?
મોહમ્મદ ઉંમર ગૌતમ મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાનો રહેવાસી છે. જેનો જન્મ હિન્દુ રાજપૂત પરિવારમાં 1964માં થયો હતો. મુસ્લિમ ધર્મ અપનાવ્યા પહેલા તેનું નામ શ્યામ પ્રતાપસિંહ ગૌતમ હતું. ખાસ વાત એ છે કે, ગૌતમના ફતેહપુર ગામમાં તે સમયે કોઈ મુસ્લિમનું ઘર કે મસ્જિદ પણ નહતી.

વર્ષ 1984માં નૈનીતાલમાં MSCનો અભ્યાસ કરવા દરમિયાન ગૌતમે હિન્દુ ધર્મનો ત્યાગ કરીને ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો. ધર્માંતરણ કર્યા બાદ શ્યામ પ્રતાપ ગૌતમથી તેણે પોતાનું નામ બદલીને મોહમ્મદ ઉંમર ગૌતમ કરી નાંખ્યું. જે બાદ તેણે પોતાની કૉલેજ અને હોસ્ટેલમાં ધર્મ બદલવાની વાત જાહેર કરી દીધી. ઉંમર ગૌતમે દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીથી ઈસ્લામિક સ્ટડીમાં એમએ કર્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો