Immunity Can Be Sustain In Body Till 5 Month After Corona Infection
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોનાથી સંક્રમિત થયા બાદ કેટલા મહિના સુધી રહે છે ઇમ્યૂનિટી? આ ભારતીય વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું

કોરોનાથી સંક્રમિત થયા બાદ કેટલા મહિના સુધી રહે છે ઇમ્યૂનિટી? આ ભારતીય વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું

 | 9:00 pm IST
  • Share

કોરોના વાયરસથી સંક્રમિત 6 હજાર લોકોના સેમ્પલ લીધા બાદ અમેરિકન રિસર્ચર્સે શોધ્યું કે કોવિડ-19ની વિરુદ્ધ શરીરમાં ઇમ્યૂનિટી ઓછામાં ઓછી 5 મહિના સુધી રહે છે. યૂનિવર્સિટી ઑફ એરિઝોનામાં ભારતીય મૂળના એસોસિએટ પ્રોફેસર દીપ્તા ભટ્ટાચાર્યના નેતૃત્વમાં આ શોધ કરવામાં આવી છે. રિસર્ચમાં એક્સપર્ટ્સે જોયું કે SARS-CoV-2 વિરુદ્ધ માણસના શરીરમાં એન્ટીબૉડી લગભગ 5 મહિના સુધી રહે છે.

ઇમ્યૂનિટી ડેવલપ થયા બાદ ઓછામાં ઓછા 5 મહિના સુધી રહે છે

પ્રોફેસર દીપ્તા ભટ્ટાચાર્યએ કહ્યું કે, “અમે એ સ્પષ્ટ રીતે જોયું કે, SARS-CoV-2નું ઇન્ફેક્શન થયા બાદ પણ શરીરમાં 5થી 7 મહિના સુધી હાઈ ક્વોલિટી એન્ટીબૉડીઝ પ્રોડ્યૂસ થતા રહે છે.” આ રિપોર્ટમાં ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, કોવિડ-19ની વિરુદ્ધ ઇમ્યૂનિટી લાંબા સમય સુધી ના રહેવાના કારણે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમે આ પ્રકારના પ્રશ્નોને ઇન્વેસ્ટિગેટ કરવા માટે આ સ્ટડીનો ઉપયોગ કર્યો છે. અમે જોયું કે શરીરમાં ઇમ્યૂનિટી ડેવલપ થયા બાદ ઓછામાં ઓછા 5 મહિના સુધી રહે છે.” આ રિસર્ચ પ્રોફેસર જાન્કો નિકોલિચ જુગિચે કંડક્ટ કર્યું હતુ.

48 દિવસ બાદ ફરી કોરોનાથી સંક્રમિત થયો એક વ્યક્તિ

આ સ્ટડીના પરિણામ એવા સમયે સામે આવ્યા છે, જ્યારે અનેક દેશોમાં કોરોના વાયરસના રી-ઇન્ફેક્શનના કેસની ઓળખ કરવામાં આવી રહી છે. અમેરિકામાં હાલમાં જ એક વ્યક્તિ 48 દિવસ બાદ ફરી કોરોનાથી સંક્રમિત મળી આવ્યો છે. એક્સપર્ટે કહ્યું કે, “જ્યારે વાયરસ પહેલીવાર કોશિકાઓને સંક્રમિત કરે છે ત્યારે ઇમ્યૂન સિસ્ટમ ઓછામાં ઓછા સમય સુધી રહેનારા પ્લાઝ્મા સેલ્સ તૈનાત કરી દે છે, જે વાયરસને તરત લડવા માટે એન્ટીબૉડી પ્રોડ્યૂસ કરે છે. આ એન્ટીબૉડી ઇન્ફેક્શન થયા બાદના 14 દિવસની અંદર બ્લડ ટેસ્ટમાં જોવા મળે છે.”

લાંબા સમય સુધી રહેનારા પ્લાઝ્મા સેલ્સનું નિર્માણ થાય છે

ઇમ્યૂન રિસ્પોન્સના બીજા તબક્કામાં લાંબા સમય સુધી રહેનારા પ્લાઝ્મા સેલ્સનું નિર્માણ થાય છે, જે હાઈ ક્વોલિટી એન્ટીબૉડી પ્રોડ્યૂસ કરે છે, જે શરીરમાં લાંબા સમય સુધી રહે છે. ભટ્ટાચાર્ય અને નિકલોચિ જુગિચે અનેક મહિના સુધી SARS-CoV-2થી સંક્રમિત આવેલા લોકોમાં એન્ટીબૉડીના લેવલને ટ્રેક કરી છે. તેમણે શોધ્યું કે SARS-CoV-2 એન્ટીબૉડી ઓછામાં ઓછા 5માંથી 7 મહિના સુધી લોહીમાં રહે છે.

આ વિડીયો પણ જુઓ: દરિયા કાંઠેથી ઝડપાઈ માછીમારી કરતી બોટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન