Importance Of Gujarati Votes in California Governor Election
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કેલિફોર્નિયાના ગવર્નરની ચૂંટણીમાં કેટલું છે ગુજરાતી મતોનું મહત્ત્વ?

કેલિફોર્નિયાના ગવર્નરની ચૂંટણીમાં કેટલું છે ગુજરાતી મતોનું મહત્ત્વ?

 | 3:12 pm IST
  • Share

સંદેશ ડિજિટલ: ગુજરાતના મુખ્યમંત્રીપદમાં થયેલા બદલાવની જેમ જ હાલ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ગવર્નર પદ માટે પણ બદલાવની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યાં ડૅમોક્રેટિક પાર્ટીના વર્તમાન ગવર્નર ગૅવિન ન્યૂસોમને તેમના પદેથી ખસેડવા માટેની મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કેલિફોર્નિયા રાજ્યમાં વસેલા લગભગ 5 લાખ ભારતીય મતદાતાઓ અને તેમાંથી લગભગ બે લાખ જેટલાં ગુજરાતી મતદારો છે.

અમેરિકાના સૌથી વધુ જનસંખ્યા ધરાવતા કેલિફોર્નિયા રાજ્યની આ ચૂંટણી અમેરિકાની વર્તમાન સરકાર અને હાલ વિરોધ પક્ષમાં રહેલી રિપબ્લિકન પાર્ટી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની હતી. આ ચૂંટણીમાં બન્ને પક્ષોએ ગુજરાતી મતદારોને પોતાની સાથે રાખવાના પૂરતાં પ્રયાસ કર્યા હતા.

ડાબેથી પરિમલ શાહ, રિપબ્લિકન ઉમેદવાર લેરી એલ્ડર અને યોગી પટેલ
ડાબેથી પરિમલ શાહ, રિપબ્લિકન ઉમેદવાર લેરી એલ્ડર અને યોગી પટેલ

રિપબ્લિકન પાર્ટીએ કેલિફોર્નિયાની ઓરેન્જ કાઉન્ટીમાં ‘ફ્લૅગ ડે સેલ્યુટ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગવર્નર ગૅવિન ન્યૂસોમને કાંટાની ટક્કર આપનારા રિપબ્લિકન ઉમેદવાર લૅરી ઍલ્ડર સાથે ઉપસ્થિત રહેલા ગુજરાતી બિઝનેસમેન અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઑફ નોર્થ અમેરિકાના પ્રેસિડેન્ટ યોગી પટેલે સંદેશ સાથેની વાતચીતમાં આ ચૂંટણીમાં ગુજરાતી મતદારોના મહત્ત્વ વિશે વાત કરી. આ યોગી પટેલ અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઑફ નોર્થ અમેરિકાના ચેયરમેન પરિમલ શાહને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

યોગી પટેલે જણાવ્યું, “કેલિફોર્નિયામાં હાલ ડૅમોક્રેટિક પાર્ટીના ગવર્નર છે અને તેમની સામે આ ચૂંટણીમાં લૅરી ઍલ્ડર રિપબ્લિકન પક્ષમાંથી ઉમેદવાર છે. હાલ કેલિફોર્નિયામાં લગભગ 5 લાખ જેટલા ભારતીય મતદારો છે. આ ભારતીય મતદારોમાં ગુજરાતી મતદારોની સંખ્યા અંદાજે 2 લાખ જેટલી છે. આથી બન્ને પક્ષો ગુજરાતી મતદારો પોતાની તરફ આકર્ષિત કરવાના પૂરતાં પ્રયત્નો કરે છે.”

ડાબેથી યોગી પટેલ અને પરિમલ શાહ
ડાબેથી યોગી પટેલ અને પરિમલ શાહ

તેમણે પોતાનો વ્યક્તિગત મત વ્યક્ત કરતા જણાવ્યું, “રિપબ્લિકન પક્ષ રૂઢિવાદી અને જમણેરી વિચારધારામાં માને છે અને સ્થાનિક ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ટૅક્સમાં ઘણી રાહતો અને અન્ય સુવિધાઓ આપે છે. જ્યારે ડૅમોક્રેટિક પક્ષ સ્થાનિક ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પાસેથી વધુ ટૅક્સ લઈને દેશના તમામ લોકોને સુવિધાઓ આપવાની યોજનાઓ બનાવે છે. અમેરિકામાં મોટાભાગના ગુજરાતીઓ પોતાનો બિઝનેસ ધરાવે છે. બન્ને પક્ષોની આ વિચારાધારાને અહીં વસનારા ગુજરાતી બિઝનેસમેન 50-50 ટકા ટેકો આપે છે.”

વધુમાં તેમણે આ ચૂંટણી વિશે વાત કરતા જણાવ્યું કે, “ચૂંટણીના પ્રારંભિક તબક્કામાં રિપબ્લિકન ઉમેદવાર લૅરી ઍલ્ડરનું પલડું ભારે હતું કારણ કે જો તેઓ ચૂંટાઈ આવશે તો કેલિફોર્નિયાના પ્રથમ અશ્વેત ગવર્નર બનશે. જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને 2 દિવસ પહેલાં સોમવારે જ કેલિફોર્નિયાની મુલાકાત લીધી હોવાથી વર્તમાન ગવર્નરની તરફેણમાં મતદારોનું વલણ બદલાયું છે.”

છેલ્લે મળતાં સમાચાર અનુસાર, કેલિફોર્નિયાના વર્તમાન ગવર્નર ગૅવિન ન્યૂસમે પોતાની તરફેણમાં 64.2 ટકા જેટલાં મતો સાથે ચૂંટણીમાં વિજય મેળવ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો