importance of worshiping Lord Harivishnu in the month of Magshar
  • Home
  • Astro
  • શ્રીકૃષ્ણને અતિ પ્રિય, અતિ કલ્યાણકારી, સાક્ષાત્ કૃષ્ણ સ્વરૂપ માગશર માસ

શ્રીકૃષ્ણને અતિ પ્રિય, અતિ કલ્યાણકારી, સાક્ષાત્ કૃષ્ણ સ્વરૂપ માગશર માસ

 | 8:16 am IST
  • Share

  • માગશર માસમાં શ્રી હરિવિષ્ણુ ભગવાનની આરાધના
  • બ્રહ્મમુહૂર્તમાં શીતળ જળસ્નાનનું મહત્ત્તવ
  • શ્રી મહાલક્ષ્મીજીની આરાધનાનું અતિ મહત્ત્વ છે

 આપણી સંસ્કૃતિમાં ગુજરાતી બાર મહિનાનું એક વિશેષ મહત્ત્વ છે. આપણાં શાસ્ત્રોએ અને પુરાણોએ દરેક મહિનાનું એક અલગ અલગ મહત્ત્વ ગાયું છે

આજના લેખમાં માગશર માસના માહાત્મ્યનું અનુસંધાન કરીશું. પુરાણોએ અને શાસ્ત્રકારોએ માગશર માસનું અનેકવિધ માહાત્મ્ય ખૂબ સરસ રીતે આલેખ્યું છે

માગશર માસનું અનેકવિધ માહાત્મ્ય

ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અનેક સ્વરૂપોમાં થાય છે. અનેકવિધ નામોથી પણ શ્રીકૃષ્ણની પૂજાઆરાધના થાય છે. ભગવાનનાં અનેકવિધ નામો અને સ્વરૂપોમાં માગશર માસ એ સાક્ષાત્ કૃષ્ણ સ્વરૂપ જ છે. પુરાણોમાં જણાવ્યા મુજબ માગશર માસનો સંબંધ મૃગશીરા નક્ષત્ર સાથે છે. 27 નક્ષત્રોમાં મૃગશીરા નક્ષત્રનું સ્થાન મહત્ત્વનું છે. માગશર માસની પૂર્ણિમા મૃગશીરા નક્ષત્રથી યુક્ત છે

ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ગીતાના વિભૂતિયોગમાં જણાવે છે

બૃહત્સામ તથા સામ્નાં ગાયત્રી છંદ સામહ્મ 

માસાનાં માર્ગશીર્ષોહ મૃતૂનાં કુસુમાકરઃ।। 

અર્થાત્ઃ સામવેદના વિભાગમાં બૃહત્સામ અને છંદોમાં ગાયત્રી છંદ હું છું. મહિનાઓમાં માગશર અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું. આ રીતે ખુદ શ્રીકૃષ્ણ કહે છે. માગશર માસ હું જ છું. આ માસમાં કરેલાં જપતપવ્રતઉપવાસદાન ભક્તિ અગણિત બને છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ માસ અતિ ઉત્તમ છે

મહર્ષિ વાલ્મીકિ ઋષિ પણ વાલ્મીકિ રામાયણમાં માગશર માસને સંવત્સર ભૂષણ કહીને સંબોધે છે. આખા વર્ષના ઘરેણાસમાન માગશર માસની મહત્તા ગાય છે

માગશર સુદ પાંચમે રામ તથા સીતાનાં વિવાહ લગ્ન થયા હતાં તેથી સમગ્ર ઉત્તરપ્રદેશમાં ખાસ કરીને અયોધ્યા તથા જનકપુરીમાં આ દિવસે ત્યાંના શ્રદ્ધાળુઓ રામસીતાની મૂર્તિનાં વિધિસર લગ્ન યોજે છે અને ધામધૂમપૂર્વક આ ઉત્સવ ઊજવે છે

માગશર સુદ પૂનમે અત્રિ ઋષિ તથા માતા અનસૂયાની કુખે બ્રહ્મના અંશ સ્વરૂપ શિવ અને ચંદ્રના અંશ સ્વરૂપ દુર્વાસા મુનિએ જન્મ લીધો હતો અને એ જ દિવસે શ્રી હરિ વિષ્ણુના અંશાવતાર ભગવાન દત્તાત્રેયે પણ માતા અનસૂયાના ગર્ભ દ્વારા જન્મ લીધો હતો. આ રીતે માતા અનસૂયા સતિઓમાં શિરોમણી તરીકે ખ્યાતિ પામ્યાં

સત્ય યુગમાં દેવોએ વર્ષનો આરંભ માગશર માસની કૃષ્ણ પક્ષની પ્રતિપદાથી કર્યો હતો. સાથે સાથે કશ્યપ ઋષિએ માગશર મહિનામાં કાશ્મીર (ભારતની ધરતી પરનું સ્વર્ગ)ની શોધ પણ કરી હતી

ભગવાન શ્રીકૃષ્ણએ પણ માગશર (ધર્નાક)માં ૬4 કલાઓની વિદ્યા પ્રાપ્ત કરી હતી

માગશર માસની સુદ એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને માધ્યમ ગણીને ભારતવર્ષને તથા વિશ્વને ગીતાજીનો મહાન ઉપદેશ સંભળાવ્યો હતો. અર્થાત્ માગશર સુદ એકાદશી એટલે ગીતાજીનો પ્રાદુર્ભાવ

આવા અનેકવિધ માહાત્મ્યને આધારે માગશર માસ એટલે પ્રભુ નામસ્મરણ, મંત્રજાપશ્રાદ્ધા ભક્તિ માટે અતિ ઉત્તમ માસ ગણાય છે

ગોપીઓએ શ્રીકૃષ્ણને પતિ તરીકે મેળવ્યા (સ્નાનનું વિશેષ મહત્ત્વ

શ્રીમદ્ ભાગવતમાં કથા છે તે મુજબ ગોપીઓએ આ માસમાં પવિત્ર સ્નાન કરીને કાત્યાયિની વ્રત કરીને ભગવાન શ્રીકૃષ્ણને પતિ તરીકે મેળવ્યા હતા

કાત્યાયિની મહાભાગે મહાયોગિની અધિશ્વરી ભાગવદ્ખંડ2 

નંદ ગોપ સૂતં દેવિ પતિમે કુરુમે નમઃ ।। અધ્યાય22 

ગોપીઓનું એકમાત્ર લક્ષ ભગવાન શ્રીકૃષ્ણને પતિ તરીકે પામવાનું હતું. શ્રીકૃષ્ણના માર્ગદર્શન મુજબ ગોપીઓએ આખા માગશર મહિનામાં બ્રહ્મમુહૂર્તમાં શીતળ નદીમાં સ્નાન કરી અને કાત્યાયિની માતાની પૂજા કરીને ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કર્યા અને શ્રીકૃષ્ણને પતિ તરીકે મેળવી લીધા. શ્રીકૃષ્ણએ પણ ગોપીઓને પત્ની તરીકે સ્વીકારી લીધી

શાસ્ત્રના વચન મુજબ કોઈપણ ભક્તમાનવ માગશર માસમાં માત્ર ત્રણ દિવસ બ્રહ્મ મુહૂર્તમાં યમુના સ્નાન કે પવિત્ર નદીમાં શીતળ સ્નાન કરે છે તેનાં તમામ પ્રકારનાં દુઃખ દૂર થઈ તમામ મનોકામના પૂર્ણ થાય છે. આજના સમયમાં નદીએ સ્નાન શક્ય ન હોય તો બ્રહ્મ મુહૂર્તમાં આપણા ઘરના બાથરૂમમાં પવિત્ર જળાશયનું જળ મિશ્રિાત કરી સ્નાન કરવાથી પણ આ પુણ્ય પ્રાપ્ત થાય છે

માગશર માસમાં શ્રી હરિની ઉપાસના ઉત્તમ

બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર શીતળ સ્નાન કરીને શ્રી હરિની પંચોપચારષોડ્શોપચાર પૂજાવિધિ પૂર્ણ કરીને શ્રી હરિના મંત્રજાપ કરવાનું વિધાન છે. ખાસ કરીને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ, શ્રી ગજેન્દ્રમોક્ષ સ્તોત્ર, શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ, શ્રીમદ્ ભાગવત કથાનું અનુસંધાન ખૂબ જ ફળદાયક ગણાય છે. અષ્ટાક્ષર મંત્ર ઁ નમો નારાયણાયતથાઁ નમો ભગવતે વાસુદેવાય‘  ઁશ્રી વિષ્ણવૈ નમઃમંત્રના અધિક માત્રામાં જપ કરવાથી મનુષ્યની તમામ પીડા દૂર થઈ પ્રભુ પ્રાપ્તિના માર્ગે વિકાસ થાય છે

 માગશર માસમાં શ્રી મહાલક્ષ્મી પૂજન માહાત્મ્ય 

માગશર માસના તમામ ગુરુવારે મા લક્ષ્મીજીની વિધિવિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે. આ મહિનામાં લક્ષ્મીપૂજા કરવાથી લક્ષ્મીજીની અવિરત કૃપા વરસે છે. ગુરુવારે ઘરના આંગણામાં ચોખાના લોટની રંગોળી બનાવીને મહાલક્ષ્મીજીનું સ્વાગત કરાય છે. શ્રાી લક્ષ્મીજીની પ્રસન્નતા માટે ગુરુવારે શંખપૂજાનું પણ માહાત્મ્ય છે. ખાસ કરીને પંચોપચાર કે ષોડ્શોપચાર પૂજા કરીને માતાજીને અલગ અલગ પીળી મીઠાઈનો ભોગ લગાવવાથી અતિ પ્રસન્ન થાય છે

માગશર માસનાં પવિત્ર દાન

માગશર માસમાં ઠંડી હોવાથી ગરમ કપડાં, ધાબળા, મૌસમી ફળ, શય્યાદાન, ભોજનઅન્નદાન તથા વિશેષમાં પૂજાસંબંધી સામગ્રી જેવી કે, આસન, તુલસીમાળા, ચંદન, પૂજાની પ્રતિમા, મોરપંખ, જળકળશ, આચમની, પીતાંબર, દીપક વિ.દાન ખૂબ જ ફાયદાકારક અને શુભકારક ગણાય છે

આ રીતે માગશર માસમાં શ્રી હરિવિષ્ણુ ભગવાનની આરાધના, બ્રહ્મમુહૂર્તમાં શીતળ જળસ્નાન તથા શ્રી મહાલક્ષ્મીજીની આરાધના, ઉપાસના સાથે દાનપુણ્યનું અતિ મહત્ત્વ છે. માનવજીવન માટે અતિ કલ્યાણકારી માગશર માસને સાદર નમન.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો