Important decision of CM Vijay Rupani, the period of disturbed area act in Surat was extended for 5 years
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • CM વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય, સુરતમાં અશાંત ધારાની મુદત 5 વર્ષ લંબાવાઈ

CM વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય, સુરતમાં અશાંત ધારાની મુદત 5 વર્ષ લંબાવાઈ

 | 5:57 pm IST
  • Share

સુરતમાં ફરીથી અશાંતધારાને લઇ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરના 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં અશાંતધારાને લઇ મુદત લંબાવાઈ છે. આ પહેલા પણ સુરત શહેરના કેટલાક વિસ્તારોમા અશાંતધારો લાગુ કરવા માટેની માંગણી રહીશો દ્વારા કરવાની માંગણી કરાઇ હતી. વિસ્તારના લોકોએ આરોપ લગાવ્યો છે કે હિંદુ બહુમતિ ધરાવતા વિસ્તારમાં વિધર્મીએ મિલકત ખરીદી છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુરત શહેરમાં અશાંત ધારાની મુદત 5 વર્ષ લંબાવાઈ છે. સુરત શહેરના 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ મુદત લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત શહેરમાં અશાંત ધારાની મુદત 5 વર્ષ લંબાવવાની સાથે કહ્યું કે, નાગરિકોની સુખ-શાંતિ, સલામતિ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જણાવી દઇએ કે, આ પહેલા સુરતના રાંદેર અને ગોરાટ વિસ્તારના રહીશોએ રામનગર, તાડવાળી, ગોરાટમાં વિધર્મીએ મિલકત ખરીદ્યાનો આરોપ લગાવ્યો છે. આ સિવાય વિધર્મીઓ અને અન્ય જ્ઞાતિના લોકો આવી રહ્યા હોવાની રજૂઆત કરી હતી. આ વિસ્તારના વોર્ડ-1થી 12 સુધી સ્થાવર મિલકતની ખરીદી મામલે અશાંતધારો લાગૂ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિકોએ વસ્તી નિયંત્રણ અને શાંતિ જળવાય રહે તે માટે અશાંતધારાની માગ કરી હતી.

અશાંત ધારો એટલે શું?

જે શહેરના વિસ્તારમાં અશાંત ધારો લાગું કરાવમાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન-દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે, અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. આ સાથે જ મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે. અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવે છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો સુઓ મોટો ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા અપાવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન