Important decision of Surat Municipal Corporation regarding Corona
  • Home
  • Corona
  • અહીં વેક્સિન વગરનાને નહીં મળે Entry, જાણો કોણે લીધો આ નિર્ણય

અહીં વેક્સિન વગરનાને નહીં મળે Entry, જાણો કોણે લીધો આ નિર્ણય

 | 11:13 am IST
  • Share

  • સુરતમાં કોરોનાને લઈને લેવાયો મહત્ત્વનો નિર્ણય

  • સુરત મહાનગરપાલિકા સોમવારથી ચેકિંગ હાથ ધરશે

  • રસી વિનાના લોકોને કચેરી, સીટી બસ, બગીચા, ઝૂમાં એન્ટ્રી નહીં

 

 

ગુજરાતમાં કોરોના સતત માથું ઉંચકી રહ્યો છે ત્યારે અનેક શહેરોમાં તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યમાં વકરતા કોરોનાની સ્થિતિને લઈને સુરત શહેરમાં મહાનગરપાલિકાએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. અહીં સોમવારથી ખાસ ફરમાન લાગૂ કરાશે. જાણો શહેરમાં કઈ જગ્યાએ કોને નહીં મળે એન્ટ્રી.

 

રસીના બંને ડોઝ ન લેનારાને નહીં મળે એન્ટ્રી

સુરત મહાનગર પાલિકાએ પોતાનું નવું ફરમાન બહાર પાડ્યું છે. જેમાં કહેવાયું છે કે દરેક નાગરિકોએ વેક્સિનના બંને ડોઝ લેવા તે જરૂરી છે. લોકોને કેટલીક ખાસ અને જાહેર જગ્યાઓએ એન્ટ્રી મળશે નહીં.

સુરતમાં વેક્સિન વિના અહીં નહીં મળે એન્ટ્રી

જો તમે ઘરની બહાર જવાનુ વિચારી રહ્યા છો તો તમારે જાણી લેવું જોઈએ કે તમે વેક્સિનના બંને ડોઝ લીધા છે કે નહીં. જો તમે વેક્સિનના બંને ડોઝ નહીં લીધા હોય તો તમે કચેરીમાં, બસમાં, જાહેર બગીચા કે પછી ઝૂ સહિતનાં સ્થળોએ પણ એન્ટ્રી મેળવી શકશો નહીં.

 

ક્યારથી લાગૂ થશે નિયમ

મળતી માહિતી અનુસાર સોમવારથી અહીં નો એન્ટ્રી ફરમાન લાગૂ કરાશે. અહીં પ્રથમ ડોઝની 106% કામગીરી પૂર્ણ થઈ છે તો સાથે જ બીજા ડોઝની 76% કામગીરી પૂર્ણ થઈ હોવાની માહિતિ પણ મળી રહી છે. ઉપર જણાવેલી કોઈ પણ જગ્યાએ પ્રવેશ મેળવવા માટે વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી રહેશે. હાલમાં બીજા ડોઝ માટે એલિજિબલ થઈ ગયા હોય તેવા 6.68 લાખ લોકો હોવાનું સામે આવ્યું છે.

રાજ્યમાં આવી છે સ્થિતિ

શુક્રવાર સાંજના પાંચ વાગ્યા સુધીના 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના કેસનો આંક 40થી ઘટીને 21એ આવી ગયો છે. સાજા થનાર દર્દીની સંખ્યા 21થી વધીને 35એ પહોંચી ગઈ છે. 24 કલાકમાં નવા નોધાયેલા કેસમાં વડોદરા કોર્પોરેશનમાં 6 કેસ, સુરત કોર્પોરેશનમાં 3, અમદાવાદ, જામનગર અને રાજકોટ કોર્પોરેશનમાં 2-2 કેસ નોંધાયા છે. વલસાડમાં 3, જુનાગઢ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં નવો એક- એક કેસ નોંધાયો છે. છેલ્લી સ્થિતિ મુજબ ગુજરાતમાં કુલ 220 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 6 દર્દીની સારવાર વેન્ટિલેટરના સહારે ચાલી રહી છે. 214 દર્દીની સ્થિતિ સુધાર પર હોવાનો સરકારે દાવો કર્યો છે. ગુજરાતનો રિકવરી રેટ 98.75 ટકાએ ફરી અટકી ગયો છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 8,16,577 નાગરીકોએ કોરોનાને હરાવ્યો છે, જ્યારે 10,090 નાગરીકોનો કોરોના ભરખી ગયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો