Important statement of Nirmala Sitharaman regarding inactive bank account
  • Home
  • Business
  • બેંકના નિષ્ક્રિય જમા ખાતાને લઈને નિર્મલા સીતારમણનું મહત્ત્વનું નિવેદન

બેંકના નિષ્ક્રિય જમા ખાતાને લઈને નિર્મલા સીતારમણનું મહત્ત્વનું નિવેદન

 | 4:50 am IST
  • Share

  • દેશમાં નવ કરોડ બેન્ક ખાતામાં પાછલા 10 વર્ષથી કોઈ લેવડ-દેવડ થઈ નથી

  • બેન્કોના 8 કરોડ નિષ્ક્રિય ખાતાઓમાં ‘ 26,697 કરોડ પડયા છે : નિર્મલા

  • આ ફંડનો ઉપયોગ બેંક ઈચ્છે તો ભંડોળમાં ટ્રાન્સફર કરી શકે છે

 

દેશવાસીઓના 26,697 કરોડ રૂપિયા એવા લગભગ આઠ કરોડ બેન્ક ખાતામાં પડેલાં છે કે જેમાં પાછલા 10 વર્ષ દરમિયાન કોઇ લેવડદેવડ કરવામાં આવી નથી તેમ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને રાજ્યસભાને માહિતી આપતાં જણાવ્યું હતું. પાછલા સાત વર્ષથી લાવારીસ હોય તેવા ડિપોઝિટ એકાઉન્ટ્સ અને એનબીએફસીસ સાથે સંકળાયેલા ખાતાઓની સંખ્યા 31 માર્ચ, 2021ની સ્થિતિએ ક્રમશઃ 64 કરોડ અને 71 લાખ છે. આરબીઆઈએ બેન્કોને પાછલા એક વર્ષથી વધારે સમયથી નિષ્ક્રિય ખાતાઓનો વાર્ષિક મૂલ્યાંકન રિપોર્ટ બનાવવાનો આદેશ કર્યો છે. આ ખાતાધારકોનો સંપર્ક કરવા અને લેખિત સંપર્ક કરીને નિષ્ક્રિયતા માટેના કારણો જાણવાની પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત 10 વર્ષથી નિષ્ક્રિય પડેલા ખાતા, ખાતાધારકો અને તેમના નામ અને સરનામાની યાદી વેબસાઇટ ઉપર જાહેર કરવાનું પણ જણાવાયું છે

નાણાપ્રધાને ડિપોઝિટર એજ્યુકેશન અને અવેરનેસ ફંડ સ્કીમનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે જો બેન્કો ઇચ્છે તો 10 વર્ષ કે તેથી વધારે સમયથી નિષ્ક્રિય પડેલા ખાતાના નાણા અને તેના વ્યાજનો ઉપયોગ આ ભંડોળમાં ટ્રાન્સફર કરી શકે છે. તેનો ઉપયોગ ડિપોઝિટર્સના હિત અને જાગરૂકતા માટે કરી શકાય છે. જો કોઇ ગ્રાહક આ ભંડોળમાં મોકલેલા નાણા પરત માંગે તો બેન્કોએ આ નાણા વ્યાજ સહિત પરત કરવા પડશે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો