Imran khan asked all muslim countries to be United against EU
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાકિસ્તાનની વિરુદ્ધ એક થયું યૂરોપિયન યૂનિયન, ઇમરાન ખાને પણ મુસ્લિમ દેશોને એક થવા કર્યું આહ્વાન

પાકિસ્તાનની વિરુદ્ધ એક થયું યૂરોપિયન યૂનિયન, ઇમરાન ખાને પણ મુસ્લિમ દેશોને એક થવા કર્યું આહ્વાન

 | 1:04 pm IST
  • Share

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ઇસ્લામોફોબિયાની વિરુદ્ધ મુસ્લિમ દેશોને એક થવાનું આહ્વાન કર્યું છે. તેમણે સોમવારના ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉર્પોરેશન (OIC)ના લભ્ય દેશોને ઇસ્લામાબાદ સ્થિત રાજદૂતો સાથે મુલાકાત કરી અને ઇસ્લામોફોબિયાને પહોંચી વળવા અને આંતર ધાર્મિક વિશ્વાસ તેમજ સદભવાને વધારવાની રીતો પર ચર્ચા કરી. ઑર્ગેનાઇશન ઑફ ઇસ્લામિક કૉર્પેરેશનની સ્થાપના 1969માં કરવામાં આવી હતી, જેના લગભગ 57 દેશ સભ્ય છે.

પીએમ ઇમરાન ખાને આ બેઠક એવા સમયે કરી છે જ્યારે યૂરોપિયન પાર્લામેન્ટ (યૂરોપિયન યૂનિયનની સંસદ)એ ઈશનિંદા, ધાર્મિક કટ્ટરતા, લઘુમતીઓ સામે વધતા અત્યાચાર, માનવ અધિકાર ઉલ્લંઘનની ઘટનાઓના કારણે પાકિસ્તાનને વેપારમાં મળનારી છૂટને ખત્મ કરવાની ભલામણ કરવામાં આવી છે. ગત વર્ષે ઇસ્લામિક દુનિયાના નેતાઓને લખેલા પત્રોને યાદ કરતા પીએમ ઇમરાન ખાને ઇસ્લામોફોબિયા વિશે જાગૃતતા વધારવા અને સામૂહિક રીતે આ મુદ્દાને ચિન્હિત કરવાની જરૂરિયાત વિશે આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનના પ્રયત્નોની જાણકારી આપી.

રિપોર્ટ પ્રમાણે, પ્રધાનમંત્રી ઇમરાન ખાને ભારપૂર્વક કહ્યું કે, પાકિસ્તાનની પહેલ પરસ્પર સમજ બનાવવા અને આંતર ધાર્મિક સદભાવને વધારવાના ઉદ્દેશથી છે. ઉલ્લેખનીય છે કે 30 એપ્રિલના યૂરોપિયન યૂનિયન (EU)ની સંસદે એક પ્રસ્તાવ સ્વીકાર કર્યો હતો જેમાં પાકિસ્તાનની સાથે વ્યાપારિક સંબંધોની સમીક્ષા કરવા અને પાકિસ્તાનનો સામાન્ય GSPની યોગ્યતાને ખત્મ કરવાની માંગ કરી છે. યૂરોપિયન પાર્લામેન્ટનો આ પ્રસ્તાવ પાકિસ્તાનના ઈશ નિંદાના કાયદાથી સંબધિત છે.

પ્રસ્તાવમાં શફકત ઇમેન્યુએલ અને શગુફ્તા કૌસરના મામલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાકિસ્તાના આ ક્રિશ્ચિયન દંપતિને 2014માં પાકિસ્તાનની એક અદાલતે ઈશનિંદાનું દોષી ઠેરવ્યું હતુ અને ફાંસીની સજા સંભળાવી હતી. આ દંપતિની જુલાઈ 2013માં ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન