In 2020 5,000 rich Indians settled in abroad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 2020માં 5 હજાર ભારતીય અમીરો વિદેશ જઈને વસ્યા, 4 કારણોને લીધે છોડ્યું ભારત

2020માં 5 હજાર ભારતીય અમીરો વિદેશ જઈને વસ્યા, 4 કારણોને લીધે છોડ્યું ભારત

 | 1:35 pm IST
  • Share

વિશ્વમાં કોરોના મહામારીએ તબાહી મચાવી છે. આ દરમિયાન કરોડો લોકો પોતાની રોજગારી ગુમાવી ચૂક્યા છે અને ગરીબોની સંખ્યામાં વધારો થયો છે. તો આ દરમિયાન વર્ષ 2020માં દુનિયાભરમાં લાગેલા પ્રતિબંધો અને લોકડાઉન છતાં 5 હજારથી વધારે ભારતીય અમીરો વિદેશમાં જઈને વસ્યા છે. ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રિવ્યૂ રિપોર્ટથી આ જાણકારી મળી છે.

તે પ્રમાણે 2019માં વિદેશ ગયેલા 5.80 લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓમાંથી 2.60 લાખ 2020માં ભારત પરત આવી ગયા. આ રિપોર્ટ વૈશ્વિક સંસ્થા હેન્લે એન્ડ પાર્ટનર્સે જાહેર કર્યો છે. આ પ્રમાણે વિદેશમાં રોકાણની સાથે નાગરિકતા મેળવવાના મામલાઓમાં ઘણો વધારો જોવા મળ્યો છે. લગભગ 61 ટકા ભારતીયોએ વિદેશમાં વસવા અથવા રોકાણ કરવા વિશે પૂછપરછ કરી છે. અત્યારે 2021ના પહેલા 2 મહિનામાં જ 70 હજારથી વધારે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ અભ્યાસ માટે વિદેશ ગયા છે.

આમાં આંધ્ર પ્રદેશથી 14 ટકા, પંજાબથી 13 ટકા અને મહારાષ્ટ્રથી 11 ટકા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સામેલ છે. સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. જુએર્ગ સ્ટીફન કહે છે કે, ‘લોકોએ સ્થાયિત્વ, સુરક્ષા, શિક્ષણ અને સ્વાસ્થ્યને સૌથી ઉપર રાખતા વિદેશ તરફ પ્રયાણ કર્યું છે. આ કારણે રોકાણ દ્વારા નાગરિકતા મેળવવાના મામલામાં 25 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે મહામારીથી પહેલા નિવાસની સાથે રોકાણનો વિકલ્પ પ્રચલિત હતો. આમાં અમીરોની સંખ્યા સૌથી વધારે રહીં, કેમકે તેઓ ખર્ચ કરવામાં સક્ષમ હતા.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન