ભડકાઉ ભાષણનાં ૨૪૦ કેસ ધરાવતા કે. સુરેન્દ્રન કેરળનાં ભાજપ પ્રમુખ બન્યા - Sandesh
  • Home
  • India
  • ભડકાઉ ભાષણનાં ૨૪૦ કેસ ધરાવતા કે. સુરેન્દ્રન કેરળનાં ભાજપ પ્રમુખ બન્યા

ભડકાઉ ભાષણનાં ૨૪૦ કેસ ધરાવતા કે. સુરેન્દ્રન કેરળનાં ભાજપ પ્રમુખ બન્યા

 | 6:05 am IST

। તિરૂઅનંતપુરમ ।

ભાજપનાં સંગઠનમાં હાલ ધરખમ ફેરફાર કરાઈ રહ્યા છે ત્યારે કેરળ ભાજપ પ્રદેશ પ્રમુખપદે ૪૯ વર્ષનાં ફાયર બ્રાન્ડ નેતા કે. સુરેન્દ્રની વરણી કરવામાં આવી છે. ભાજપનાં પ્રમુખપદે જે પી નડ્ડાની સત્તાવાર નિયુક્તિ પછી હવે રાજ્યોમાં ભાજપ ચીફ બદલવાનો દોર ચાલ્યો છે. કે. સુરેન્દ્રન સામે તોફાનો કરાવવાના, ભડકાઉ ભાષણો કરવાનાં અને મંજૂરી વિના આંદોલનો કરવાનાં ૨૪૦ કેસ કરવામાં આવ્યા છે. સબરીમાલા વિવાદમાં તેમની ભૂમિકા ચર્ચાસ્પદ રહી હતી અને તેઓ પોસ્ટર બોય ગણાતા હતા. ભાજપ હવે ઉત્તર અને પિૃમનાં રાજ્યો પછી દક્ષિણમાં તેનો પગપેસારો કરવા પ્રતિબધ્ધ છે. કર્ણાટકમાં તેની સરકાર છે જ્યારે તામિલનાડુમાં તે અન્નાદ્રમુકની સહયોગી પાર્ટી છે.

નરેન્દ્ર મોદી સાથે ૨૦ વર્ષ જૂના સંબંધો

કે. સુરેન્દ્રન પીએમ મોદી સાથે ૨૦ વર્ષથી સંબંધો ધરાવે છે. મોદી જ્યારે ભાજપનાં મહાસચિવ હતા ત્યારે તેઓ મોદીનાં ટ્રાન્સલેટર હતા. મોદી સાથેનો તે વખતનો ફોટો મૂકીને સુરેન્દ્રને લખ્યું છે કે આ વ્યક્તિ ભવિષ્યમાં દેશનાં પીએમ બનશે તેમ કોઈએ વિચાર્યું નહીં હોય. ભાજપમાં જ આવું થઈ શકે કે જ્યાં પરિવારવાદ નહીં પણ સખત મહેનતને મહત્વ આપવામાં આવે છે.

સબરીમાલા આંદોલનમાં આક્રમક ભૂમિકા

સુરેન્દ્રનની સબરીમાલા આંદોલનમાં આક્રમક ભૂમિકા હતી. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી તેમણે પતનમતિટ્ટા સીટ પરથી લડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;