In Gujarat, 11 patients died in the last 24 hours with 695 cases of corona
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કોરોના વાયરસ સામે જંગ જીતતુ ગુજરાત, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો

કોરોના વાયરસ સામે જંગ જીતતુ ગુજરાત, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો

 | 7:28 pm IST
  • Share

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 96.98 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 695 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 11 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 2122 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 9955 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 2122 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 7,93,028 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 14724 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 351 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 14724 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 351 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 14373 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 96.98% એ આવી ગયો છે.

આ વીડિયો પણ જુઓ : અમરેલી ખાંભા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન