In Gujarat, 131 patients have died with 13050 new cases of corona.
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતીઓના માથે ફરી સંકટ, કોરોના વાયરસે ઉથલો માર્યો, 24 કલાકમાં કેસમાં થયો વધારો

ગુજરાતીઓના માથે ફરી સંકટ, કોરોના વાયરસે ઉથલો માર્યો, 24 કલાકમાં કેસમાં થયો વધારો

 | 7:31 pm IST
  • Share

કોરોનાના દૈનિક કેસ ગત કેટલાક દિવસથી રાહતના હતી કારણ કે કોરોનાનાં પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો હતો. પરંતુ આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 230 કેસનો વધારો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 13050 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 131 દર્દીના મોત નીપજ્યા છે. રાજ્યના નાગરિકોને રાહત આપતા સમાચાર એ છે કે, ગત 10 દિવસથી ગુજરાતમાં સાજા થનારા દર્દીની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં 12,121 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 7779 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 12,121 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 464396 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 148297 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 778 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13050 કેસ નોંધાયા છે. ત્યાં જ આજે વધુ 131 દર્દીના મોત થયા છે.  અમદાવાદમાં નવા 4754 કેસ સાથે 23 દર્દીના મોત, સુરતમાં નવા 1574 કેસ સાથે 10 દર્દીના મોત, રાજકોટમાં નવા 726 કેસ સાથે 14 દર્દીના મોત, વડોદરામાં નવા 943 કેસ સાથે 13 દર્દીના મોત, જામનગરમાં નવા 728 કેસ સાથે 14 દર્દીના મોત, ભાવનગરમાં નવા 472 કેસ સાથે 10 દર્દીના મોત, જૂનાગઢમાં નવા 350 કેસ સાથે 7 દર્દીના મોત, ગાંધીનગરમાં નવા 309 કેસ સાથે એકનું મોત, મહેસાણામાં 459, નવસારીમાં 200, ખેડામાં 198 કેસ, સાબરકાંઠામાં 198, મહિસાગરમાં 195, દાહોદમાં 162 કેસ, કચ્છમાં 162, ગીર સોમનાથમાં 149, નર્મદામાં 143 કેસ, આણંદમાં 138, વલસાડમાં 120, પંચમહાલમાં 110 કેસ, અમરેલીમાં 108, ભરૂચમાં 106, મોરબીમાં 104 કેસ, અરવલ્લીમાં 102, બનાસકાંઠામાં 100, છોટાઉદેપુરમાં 90 કેસ, પાટણમાં 84, તાપીમાં 78, સુરેન્દ્રનગરમાં 62 કેસ, દ્વારકામાં 57, પોરબંદરમાં 37, બોટાદમાં 23, ડાંગમાં 9 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 148297 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 778 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 147519 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 74.85% એ આવી ગયો છે.

આ વીડિયો પણ જુઓ : અમરેલીમાં અજગરની પજવણીનો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન