ગુજરાતમાં કોરોનાના નવા ૪૧૦ કેસ, એક દર્દીનું મોત, ૪૮ વેન્ટિલેટર ઉપર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં કોરોનાના નવા ૪૧૦ કેસ, એક દર્દીનું મોત, ૪૮ વેન્ટિલેટર ઉપર

ગુજરાતમાં કોરોનાના નવા ૪૧૦ કેસ, એક દર્દીનું મોત, ૪૮ વેન્ટિલેટર ઉપર

 | 12:11 am IST

। અમદાવાદ ।

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવાનો સિલસિલો યથાવત્ રહેતાં રાહત થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા ૪૧૦ કેસ નોંધાયા છે જ્યારે મહિસાગર જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. લાંબા સમય બાદ અમદાવાદ શહેરમાં એક પણ કોરોનાના દર્દીનું મોત થયું નથી, જે રાહતની બાબત છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૪૩૭૬ દર્દીનાં મોત થયાં છે. ગુજરાતમાં અત્યારે કેટલા લોકો હોમ ક્વોરન્ટાઈન હેઠળ છે તેની માહિતી સરકાર દ્વારા છુપાવાઈ રહી છે.

સરકારી દાવા પ્રમાણે ગુજરાતમાં અત્યારે એક્ટિવ કેસની સંખ્યા ૪,૬૬૫ છે, જેમાંથી ૪૮ દર્દી અત્યારે વેન્ટિલેટર પર છે. સ્ટેબલ દર્દીની સંખ્યા ૪૬૧૭ છે. અત્યાર સુધીમાં ૨.૫૦ લાખથી વધુ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં નવા કેસ નોંધાયા છે તેમાં એક પણ શહેર કે જિલ્લામાં ૧૦૦થી વધુ નવા કોરોના કેસ નથી, સૌથી વધુ અમદાવાદ શહેરમાં નવા ૮૯ કેસ નોંધાયા છે, સુરત શહેરમાં ૬૯, વડોદરા શહેરમાં ૬૫, રાજકોટ શહેરમાં ૪૫, વડોદરા જિલ્લામાં ૨૧, સુરત જિલ્લામાં ૧૬, રાજકોટ જિલ્લામાં ૧૪, કચ્છ જિલ્લામાં ૧૦, ભરૂચ જિલ્લામાં ૭, જૂનાગઢ શહેરમાં ૭ કેસ નોંધાયા છે. ગુજરાતમાં નવા ૪૧૦ કેસ નોંધાયા છે, જેની સામે ૭૦૪ દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલ બિછાનેથી રજા અપાઈ છે. સરકારી દાવા પ્રમાણે ગુજરાતમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૬.૫૧ ટકા છે.

શહેરમાં નવા ૮૯ કેસ, ૧૫૫ દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ

અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૯ દર્દી નોંધાયા છે, સદનસીબે શહેરમાં કોવિડથી એક પણ દર્દીનું મોત થયું નથી. ૨૪ કલાકમાં ૧૫૫ દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;