In Gujarat today, 12 patients died with 848 new cases of corona virus
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, રાજ્યમાં કોરોનાની બીજી લહેર પતવાના આરે

ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, રાજ્યમાં કોરોનાની બીજી લહેર પતવાના આરે

 | 7:30 pm IST
  • Share

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે એક રાહતભર્યા સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ પણ હવે 96 ટકાને પાર પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 848 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે આજે વધુ 12 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 2915 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 9933 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 2915 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 7,88,293 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 18008 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 371 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં કોરોનાના નવા 848 કેસની સાથે આજે વધુ 12 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં નવા 134 કેસ સાથે 3 દર્દીનાં મોત, વડોદરામાં નવા 191 કેસ સાથે એક દર્દીનું મોત, સુરતમાં નવા 141 કેસ સાથે 2 દર્દીનાં મોત, જામનગરમાં નવા 31 કેસ સાથે એકનું મોત, રાજકોટમાં 49 અને ભાવનગરમાં 12 કેસ, ગાંધીનગરમાં 11 અને જૂનાગઢમાં 56 કેસ, ગીર સોમનાથમાં 39 અને પંચમહાલમાં 18 કેસ, સાબરકાંઠામાં 17, દ્વારકામાં 16, નવસારીમાં 15 કેસ, ખેડા – વલસાડમાં 14 – 14, પોરબંદરમાં 13 કેસ, ભરૂચ-કચ્છ- મહેસાણામાં 12-12 કેસ, આણંદમાં 10, પાટણમાં 8, બનાસકાંઠામાં 7 કેસ, અમરેલીમાં 6, મહિસાગરમાં 5, દાહોદમાં 2 કેસ, તાપીમાં 2, મોરબીમાં નવો એક કેસ નોંધાયો છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 18008 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 371 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 17637 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 96.58% એ આવી ગયો છે.

આ વીડિયો પણ જુઓ : નવસારી વિજલપોરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન