In Gujarat today, 13,847 cases of corona, a large increase in the number of patients recovering
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સાડા છ કરોડ ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો

સાડા છ કરોડ ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો

 | 8:01 pm IST
  • Share

કોરોનાના દૈનિક કેસમાં આજે રાહતના એક સમાચાર છે કે, આજે કોરોનાનાં પોઝિટિવ કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 758 કેસનો ઘટાડો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના ના નવા 13847 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 172 દર્દીના મોત નીપજ્યા છે. રાજ્યના નાગરિકોને રાહત આપતા સમાચાર એ છે કે, છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં સાજા થનારા દર્દીની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. જેના કારણે એક્ટિવ કેસની સંખ્યામાં જે ઝડપે ઉછાળો આવતો હતો એ ગતીમાં ઘટાડો થયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં દસ હજાર 10582 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 7355 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 10582 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 429130 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 142139 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 637 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 142139 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 637 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 73.78% એ આવી ગયો છે

ગુજરાતમાં કોરોનાના નવા 13847 કેસની સાથે આજે વધુ 172 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં નવા 5060 કેસ સાથે 22નાં દર્દીનાં મોત થયા છે. સુરતમાં નવા 2188 કેસ સાથે 24નાં દર્દીનાં મોત થયા છે. રાજકોટમાં નવા 700 કેસ સાથે 14નાં દર્દીનાં મોત થયા છે. વડોદરામાં નવા 783 કેસ સાથે 17નાં દર્દીનાં મોત થયા છે. ભાવનગરમાં નવા 573 કેસ સાથે 12નાં દર્દીનાં મોત થયા છે. જામનગરમાં નવા 743 કેસ સાથે 16 દર્દીનાં મોત થયા છે. ગાંધીનગરમાં નવા 320 કેસ સાથે 2 દર્દીનાં મોત થયા છે. જૂનાગઢમાં નવા 283 કેસ સાથે 7 દર્દીનાં મોત થયા છે. ત્યાં જ મહેસાણામાં 517, બનાસકાંઠામાં 198, ખેડામાં 196 કેસ, પાટણમાં 169, નવસારીમાં 164, કચ્છમાં 161 કેસ, આણંદમાં 146, દાહોદમાં 144, મહિસાગરમાં 135 કેસ, સાબરકાંઠામાં 135, પંચમહાલમાં 133, વલસાડમાં 133 કેસ, અરવલ્લીમાં 127, સુરેન્દ્રનગરમાં 117, ભરૂચમાં 113 કેસ, ગીર સોમનાથમાં 106, મોરબીમાં 102, તાપીમાં 96 કેસ, નર્મદામાં 63, પોરબંદરમાં 56, છોટા ઉદેપુર 54 કેસ, અમરેલીમાં 45, દ્વારકામાં 41, બોટાદમાં 24, ડાંગમાં 22 કેસ આવ્યા છે.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદની વરવી વાસ્તવીકતા ઉઘાડી પડી ગઇ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન