In Junagadh, a married brother was run over by a car on a pavilion, sound and vehicles.
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • લગ્નમાં આવેલા ભાઈને ડખ્ખો થતા મંડપ, સાઉન્ડ, અને વાહનોનો કચ્ચરઘાણ કરી નાંખ્યો

લગ્નમાં આવેલા ભાઈને ડખ્ખો થતા મંડપ, સાઉન્ડ, અને વાહનોનો કચ્ચરઘાણ કરી નાંખ્યો

 | 9:09 pm IST
  • Share

જૂનાગઢમાં સુરેન્દ્રનગરથી કૌટુંબિક ભાઈના લગ્નમાં આવેલ શખ્સે જાન પરણીને ઘરે આવે તે પહેલા ગુસ્સામાં આવીને પોતાની કાર વડે ઘર પાસે નાખેલ મંડપ, સાઉન્ડ સિસ્ટમ અને મકાનની દીવાલ અને વાહનો પર કાર ફેરવી દઈને નુકશાન કરીને તોડફેડ કર્યાની ફરિયાદ પોલીસ દફ્તરે નોધાઇ છે.

જૂનાગઢમાં સુખનાથ ચોકમાં બેગુમાર ધારાગઢ વિસ્તારમાં રહેતા રાકેશ અમરસિંહ ઝાલા ઉ.28 ના નાના ભાઈના લગ્ન હતા, જેમાં સુરેન્દ્રનગરથી તેનો મોટા બાપનો દીકરો રમેશ બાબુ ઝાલા પણ આવ્યો હતો, તા.15 ના રોજ ઘર પાસે મંડપ રોપણ કર્યું હતું, ત્યારે સાઉન્ડ નહી વગાડવા મામલે રમેશે ડખ્ખો કરીને સાઉન્ડને પાટા માર્યા હતા, ત્યારે તેને સમજાવી દીધો હતો.

પરંતુ બીજા દિવસે ગઈકાલે સવારે ઘરના સભ્યો જાન લઈને રાજકોટના પીપળીયા ગામે ગયા હતા, અને સાંજે પરત ફરી રહ્યા હતા, ત્યારે પાછળથી રમેશે પોતાની કાર નંબર જીજે.1. એચ.ડી.7469 માં બેસીને ઘર પાસેનો મંડપ ઉડાવી દઈને તેમાં રહેલ સાઉન્ડ સિસ્ટમને કાર ઠોકીને મકાન માલિક આશિકભાઈ હાજી ખેભાના મકાનની દીવાલ અનેવાહનોમાં કાર અથડાવીને 50 હજારનું નુકશાન કરી ખેલ નાખ્યો હતો.

જે અંગેની જાણ થતા ઘરે આવીને તેની સામે પોલીસમાં ફરિયાદ નોધાવતા રમેશે ધમકી આપી હતી કે, જો ફરિયાદ કરીશ તો છુટીને તેને મારી નાખશે તેવી ધમકીઆપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન