In Muzaffarnagar, Uttar Pradesh, police have registered a complaint against 4 youths
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • UPમાં હેવાનોએ હદ વટાવી, સગીરા બેહોશ થઈ ત્યાં સુધી કર્યો ગેંગરેપ, વીડિયો પણ બનાવ્યો

UPમાં હેવાનોએ હદ વટાવી, સગીરા બેહોશ થઈ ત્યાં સુધી કર્યો ગેંગરેપ, વીડિયો પણ બનાવ્યો

 | 4:27 pm IST
  • Share

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર સ્થિત ફુગાના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં બંદૂકની અણીએ સગીર પર ગેંગરેપ કરવામાં આવ્યો. ગેંગરેપની ઘટનાની એક વીડિયો ક્લિપ પણ બનાવવામાં આવી હતી, જેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટના પાડોશમાં રહેતા એક યુવકે તેના મિત્રો સાથે કરી હતી. આ ઘટનાને પગલે ગામમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

ઘટના શું છે

ફૂગાના પોલીસ સ્ટેશન વિસ્તારનો એક ગામીણ તેના સંબંધીઓ પાસે ગયો હતો. ઘરે તેની સગીર પુત્રી અને સગીર પુત્ર હાજર હતા. મોડી રાત્રે પડોશમાં રહેતા એક યુવક છતના માર્ગેથી ઘરમાં ઘુસી ગયો હતો. યુવક તેની સગીર પુત્રીને બંદૂકની અણીએ ઘરની અંદર બનેલી દુકાનમાં લઈ ગયો હતો. દુકાનનો દરવાજો ખોલતાં બહાર ઉભેલા ત્રણ યુવકો પણ અંદર આવી ગયા.

યુવકે તેના સગીર પુત્રને અવાજ કરવા પર ગોળી મારવાની ધમકી આપી. ચાર યુવકોએ તેની પુત્રી પર ગેંગરેપ કર્યો હતો. ગેંગરેપનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. આરોપીએ ગ્રામીણ સામે અને પોલીસ ફરિયાદ કરવા પર વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સગીરા બેભાન થઈ જતાં ચારેય યુવકો સ્થળ પરથી ભાગી ગયા હતા. આ બનાવની જાણ સગીરના પિતાએ ફુગાના પોલીસ સ્ટેશનમાં કરી હતી.

પોલીસ અધિકારીઓ શું કહે છે

ફુગાના ઇન્સપેક્ટર યશવીરસિંહે જણાવ્યું કે, સગીરા સાથે ગેંગરેપનો કેસ પ્રકાશમાં આવ્યો છે, જેમાં પીડિતાના પિતાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓના ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન