In Rajkot jail, two inmates ate glass telling the doctor to stay in quarantine
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • તબીબે કોરોન્ટાઈન રહેવાનું કહેતા બે લોકો કાચ ખાઈ ગયા, પોલીસનો સ્ટાફ દોડતો થયો

તબીબે કોરોન્ટાઈન રહેવાનું કહેતા બે લોકો કાચ ખાઈ ગયા, પોલીસનો સ્ટાફ દોડતો થયો

 | 4:09 pm IST
  • Share

રાજકોટ જિલ્લા જેલમાં બે કેદીઓની નાદુરસ્ત તબિયત હોય જેલના તબીબને દેખાડવા જતા બંનેને જેલમાં કોરોન્ટાઈન રહેવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ આ બંન્ને બીમાર કેદીઓએ કોરોન્ટાઈન રહેવાનો વિરોધ કર્યો હતો અને કોરોન્ટાઈન ન થવુ પડે તે માટે જેલમાં કાચ ખાઈ લીધા હતી. જેથી બંને કેદીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટ શહેરના રૂખડિયાપરામાં રહેતા અને એક વર્ષ પૂર્વે કોઠારિયા રોડ ઉપરથી ગાંજા સાથે પકડાયેલ ઇમરાન ઉર્ફે માઈકલ અનવરભાઈ પઠાણ અને મેટોડામાં થયેલ હત્યાના ગુનામાં પકડાયેલ વાજડીના જયકિશન સુરેશભાઈ વાંજા બંને હાલ જેલમાં હોય બંને કાચના ટુકડા કરી પાણીમાં નાખી કાચ ખાઈ જતા બંનેને સારવાર અર્થે જાપ્તા સાથે સારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.

બનાવના પગલે પ્રનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં બંનેની તબિયત થોડી ખરાબ હોય જેથી બંને જેલ તબીબ પાસે દવા લેવા જતા બંનેને તબીબે કોરોન્ટાઈન રહેવાનું કહેતા બંનેને માઠું લાગી ગયું હતું. જેથી બંનેએ કાચ ખાઈ લીધા હોવાનું જાણવા મળ્યું હતું.

આ વીડિયો પણ જુઓ  : કોરોના કાળમાં વાલીઓને SCની રાહત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન