in September rahu transit in the constellation of the sun
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • સપ્ટેમ્બરમાં સૂર્યના નક્ષત્રમાં રાહુ કરશે ગોચર, સાવધાન આ રાશિની વધી જશે મુશ્કેલી

સપ્ટેમ્બરમાં સૂર્યના નક્ષત્રમાં રાહુ કરશે ગોચર, સાવધાન આ રાશિની વધી જશે મુશ્કેલી

 | 10:54 am IST
  • Share

  • આપણા જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને ખુબ ક્રુર ગ્રહ માનવામાં આવે છે
  • રાહુ ગ્રહ આદ્રા, સ્વાતિ અને શતભિષા નક્ષત્રનો સ્વામી
  • રાહુ રોહિણી નક્ષત્રમાં સૂર્ય કૃત્તિકા નક્ષત્રમાં ગોચર કરશે

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને (Rahu Nakshatra Transit) ખુબજ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. કુંડળીમાં જો રાહુ નબળો પડે તો જાતકોને કષ્ટ ભોગવવા પડે છે. રાહુ મિથુન રાશિમાં ઉચ્ચનો અને ધન રાશિમાં નીચ સ્થાનનો માનવામાં આવે છે. તે આદ્રા, સ્વાતિ અને શતભિષા નક્ષત્રનો સ્વામી છે. રાહુને છાયા ગ્રહ માનવામાં આવે છે. વર્તમાન સમયમાં રાહુ વૃષભ રાશિ પર સંચાર કરી રહ્યો છે. 19 સપ્ટેમ્બરે રાહુ રોહિણી નક્ષત્રમાં સૂર્ય કૃત્તિકા નક્ષત્રમાં ગોચર કરશે. જાણો આ સમયમાં કોની મુશ્કેલીઓ વધશે કોને પડશે તકલીફ.

વૃષભ રાશિ
રાહુ નક્ષત્ર પરિવર્તનથી તમને માનસિક તણાવ થઇ શકે છે. તમારી માનસિક સ્થિતિ ડામાડોળ થઇ શકે છે. ખરાબ કામ કરવા તરફ મન ઢળશે. કોઇ નજીકના લોકો પાસેથી દગો થવાની શક્યતા છે. ધનહાનિ થવાના પ્રબળ યોગ છે.આર્થિક ફટકો પડશે.

તુલા રાશિ
તુલા રાશિના લોકોનું મન પરેશાન રહેશે. આ સમય દરમિયાન જોખમી પ્રવૃત્તિઓ ટાળો. ધન હાનિની ​​શક્યતા રહેશે. વાદ-વિવાદ ટાળો, નહીંતર કોર્ટ કચેરીના ચક્કર ખાવાનો વારો આવશે.

વૃશ્ચિક રાશિ
આ સમય દરમિયાન તમને લાંબી મુસાફરી કરવાના યોગ છે. વિવાહિત જીવનમાં ઉતાર -ચઢાવને કારણે નુકસાન થઈ શકે છે. ઈજા થઈ શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ સાવચેત રહો. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ વધી શકે છે. સંભાળીને કામ કરો.

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોના થયેલા કામ બગડી શકે છે. ગુસ્સાને નિયંત્રણમાં રાખો. ગુપ્ત શત્રુઓથી સાવધ રહો. કોઈ નવું કામ શરૂ ન કરો. રોકાણમાં નુકસાન થઈ શકે છે.

રાહુનું રાશિ પરિવર્તન ક્યારે થશે?
રાહુ 23 સપ્ટેમ્બર 2020થી વૃષભ રાશિમાં છે. વર્ષ 2021માં રાહુનું રાશિ પરિવર્તન નહીં થાય. 12 એપ્રિલ 2022ના રોજ રાહુ મંગળ ગ્રહની મેષ રાશિમાં ગોચર કરશે

રાહુ ગ્રહ મંત્ર
ॐ રાં રાહવે નમ:
ॐ ભ્રાં ભ્રીં ભ્રૌં સ: રાહવે: નમ:
આ મંત્રજાપના ખરા દિલથી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જાપ કરવાથી ફળની પ્રાપ્તિ થશે. અને કષ્ટદૂર થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો