In Surat, a drunken father left his innocent daughter in an orphanage for a second marriage
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • બીજા લગ્ન કરવા પિતાએ માસૂમ દીકરી સાથે કર્યુ અમાનવીય કૃત્ય કે વૃદ્ધ દાદીનું કાળજું કપાઈ ગયું

બીજા લગ્ન કરવા પિતાએ માસૂમ દીકરી સાથે કર્યુ અમાનવીય કૃત્ય કે વૃદ્ધ દાદીનું કાળજું કપાઈ ગયું

 | 7:05 pm IST
  • Share

સુરતમાં એક પિતાએ બીજા લગ્ન કરવા માસૂમ દીકરીને બાળ આશ્રમમાં છોડી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માસૂમ દીકરીને લઈને વૃદ્ધ માં સામે ખોટું બોલનાર દારૂડિયા પુત્રએ 18 દિવસ બાદ દાદી-પૌત્રીનું મિલન કરાવતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

આજે એક આંખો ભીની કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. કોર્ટ પરિસરમાંથી બહાર નીકળી રહેલા એક પરિવારની વાત સાંભળી વકીલોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. ખરેખર આજે પણ ન્યાય જીવિત છે તેનું ઉત્તમ ઉદાહરણ સુરતની કોર્ટે પૂરું પાડ્યું છે.

ઉધના દત્ત કુટીર સોસાયટીમાં રહેતા કાપુરે પરિવારની 4 વર્ષ પહેલાં શાંતિલાલ કાપરેના 12 વર્ષના લગ્ન જીવનમાં ભંગાણ પડતા પતિ-પત્ની એકબીજાથી છૂટાછેડા લઈ અલગ થઈ ગયાં હતાં. રત્નબેન પોતાના ત્રણ સંતાન પૈકી સૌથી નાની દીકરીને લઈ પોતાના વતન મહારાષ્ટ્ર ચાલ્યાં ગયાં હતાં. શાંતિલાલ એક મોટો દીકરો અને એના પછીની એક દીકરી અને વૃદ્ધ માતા સાથે રહેતા હતાં. શાંતિલાલ BRTS બસ સેવામાં ટિકિટ ચેકરનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. જોકે દારૂ પીવાના રવાડે ચઢી શાંતિલાલ ભાનમાં ઓછું અને નશામાં વધારે રહેતા હતા, લગભગ 25 દિવસ પહેલા અચાનક દારૂના નશામાં શાંતિલાલ પોતાની નાની દીકરીના જન્મ અને તમામ ઓળખ પૂરાવા લઈને ઘરે ગયો હતો. સાંજ પડતા પરત આવેલા દીકરાને જોઈને માંએ પૂછ્યું, મારી પૌત્રી ક્યાં છે, તો જવાબ મળ્યો મને નથી ખબર, આ સાંભળી વૃદ્ધ દાદીનું કાળજું કપાઈ ગયું હતું.

સતત કલાકો સુધી પુત્રની પૂછપરછ કર્યા બાદ વૃદ્ધ દાદી જીજાબાઈને ખબર પડી કે, દારૂડિયો પુત્ર મારી લાડકી પૌત્રીને બાળ આશ્રમમાં મૂકી આવ્યો છે. કારણ પૂછતાં પુત્રએ કહ્યું- મારે બીજા લગ્ન કરવા છે, એમ કહી હું દીકરીને નવી માં તને મળવા માગે છે. એમ કહી ઘરમાંથી લઈ ગયો હતો. એક દારૂડિયા પુત્ર કમ પિતાની માનસિક વિચારધારાને લઈ વૃદ્ધ માતા પૌત્રીને લઈ ચિંતામાં પડી ગયાં હતાં. વૃદ્ધ દાદી જીજાબાઈની વારંવારની વિનંતી બાદ એટલે કે, 18 દિવસ પછી દારૂડિયો પુત્ર માં ને દીકરી પાસે મળવા રૂસ્તમપુરાના બાળ આશ્રમમાં લઈ ગયો હતો. જ્યાં એક ઓરડીમાં રડતી માસૂમ દીકરીના અવાજને સાંભળી દાદીએ દીકરીના નામની બૂમાબૂમ કરી દીધી હતી. દાદીનો અવાજ સાંભળીને દોડી આવેલી 12 વર્ષની માસૂમ દીકરીએ દાદીનો સાડીનો છેડો પકડી રડતા રડતા કહેવા લાગી મને અહીંયાંથી લઈ જાઉં મારે તમારી સાથે જ રહેવું છે.

બાળકીની આ વાતો આશ્રમમાં સાંભળ્યા બાદ પણ આશ્રમના વહીવટદારોનું હૃદય ન પીગળ્યું ને માસૂમ દીકરીને હાથ પકડી ખેંચીને રૂમમા લઈ ગયા હતા. છલકાતી આંખે પીડિત માસૂમ દીકરીને સાંભળી કોર્ટ રૂમમાં તમામની આંખો ભરાઈ ગઈ હતી. જજ સાહેબે દીકરીની વ્યથા સાંભળ્યા બાદ તાત્કાલિક પિતાને ઠપકો આપી બાળ આશ્રમને કડક શબ્દોમાં ચેતવણી આપી એક માસૂમ દીકરીનું દાદી સાથે મિલન કરાવ્યું હતું. આ ભાવુક ક્ષણે દાદી અને પૌત્રીએ જજ સાહેબને તમે જ અમારા ભગવાન છો. કહી આભાર વ્યક્ત કર્યો હતો.

કોર્ટ રૂમમાં હાજર લોકોનું કહેવું હતું કે, દીકરીનો ઉદાસ ચહેરો જોઈ જજ સાહેબે પણ એને હસાવવા ઘણા પ્રયાસ કર્યા અને એમની પાસે બોલાવી દીકરીને તમામ હકીકત પૂછતાં રડતા રડતા પોતાની વ્યથા સંભળાવી હતી અને પ્રેમથી વાતો કરી આજે એક જજે ન્યાય કરી એક ઉત્તમ ઉધારણ પુરૂ પાડ્યું છે. એમ પણ કહી શકાય કે તારીખ પે તારીખ નહીં પડી હતી, પરંતુ એક સાચો ન્યાય મળી જતા ગરીબ પરિવાર ખુશી ખુશી ઘરે પોહચી ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન