In Surat Dindoli Area Brother Kill The Sister Boyfriend At Public Place
  • Home
  • Gujarat
  • સુરતમાં ખુલ્લેઆમ મર્ડર, ભાઇએ બહેનના પ્રેમીને સરાજાહેર રહેંસી નાંખ્યો

સુરતમાં ખુલ્લેઆમ મર્ડર, ભાઇએ બહેનના પ્રેમીને સરાજાહેર રહેંસી નાંખ્યો

 | 7:11 pm IST

દિવસે ને દિવસે લીંબાયત અને ડીંડોલી વિસ્તારમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે, દરોજ કોઈ ને કોઈ ગંભીર બનાવ સાંભળવા મળતો હોય છે તેવામાં છેલ્લા 15 દિવસની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં 5 હત્યાની ઘટના સામે આવી છે. સુરત શહેરના ડીંડોલી વિસ્તારની હરિદ્વાર સોસાયટીમાં પ્રેમસંબંધમાં પ્રેમિકાના ભાઇએ તેના બે મિત્રો સાથે મળી પ્રેમીને ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી સરાજાહેર રહેંસી નાંખ્યા હતો.

ડીંડોલી-નવાગામ વિસ્તારમાં જ્યા હરિદ્વાર સોસાયટીમાં રહેતા કપિલ સુદામ શિરશાથને છેલ્લા કેટલાક સમયથી સોસાયટીમાં જ રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ હતો. બંને વચ્ચે મોબાઇલ પર વાતચીત અને નિયમીત રૂપે મળતા પણ હતા. પરંતુ તેની ગંધ યુવતીના ભાઇ ગણેશ ચિત્તેને આવી ગઇ હતી. જેથી ગણેશે પોતાની બહેનની દૂર રહેવા કપિલને ઉગ્ર શબ્દોમાં કહ્યું હતું. આ મુદ્દે બંન્ને વચ્ચે ઝઘડો પણ થયો હતો. ગણેશે ઠપકો આપ્યા બાદ પણ કપિલ નિયમીત રૂપે તેની પ્રેમિકાને મળતો હતો. જેથી ઉશકેરાયેલા ગણેશે ગત રાત્રે તેના બે મિત્રો સાથે મળી કપિલ પર ચપ્પુ વડે હુમલો કરી ઉપરાછાપરી ઘા ઝીંકી રહેંસી નાંખ્યો હતો.

સીસીટીવી જોતા એવું લાગે છે જાહેર રોડ પર આ લોકોને પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આવી ઘટના પોલીસ માટે સામાન્ય જોઇ તેવું લાગે છે જ્યારે આ ઘટનામાં ગણેશ અને તેના બે મિત્રોએ કપિલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. તે સમગ્ર ઘટના સ્થાનિક વિસ્તારના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. ઘટનાને પગલે દોડતી થયેલી ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણેશ અને તેના બે મિત્રોની શોધખોળ હાથ ધરી છે.

આ વીડિયો પણ જુઓ: મહેસાણાના ખેડૂતની અનોખી ખેતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન