In Surat, Umra police arrested a land broker Ramchandra samariya
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોનાકાળમાં ધંધો બંધ રહેતા સુરતનો જમીન દલાલ ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવા લાગ્યો

કોરોનાકાળમાં ધંધો બંધ રહેતા સુરતનો જમીન દલાલ ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવા લાગ્યો

 | 4:13 pm IST
  • Share

સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ઉપરાંત આર્થિક રીતે પણ પાયમાલી સહન કરવાનો વારો આવ્યો છે. ભારત ભરમાં કોરોનાને કારણે વેપાર ધંધાને માઠી અસરથઈ હતી છે. નોંધનિય છે કે લોકડાઉન દરમિયાન ઘણા ધંધાના સટર પડી ગયા છે જેથી લોકો પોતાના વેપાર પણ બદલી નાખ્યા અથવા રોજીંદો વેપાર બંધ થતાં બીજા ગુનાના રવાડે ચડ્યા છે. આવો જ એક કિસ્સો સુરતના ઉમરાગામમાં સામે આવ્યો છે. જ્યાં એક જમીન દલાલ દારૂ વેચવાના રવાડે ચઢી ગયો.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ઉમરાગામના નવા નવસાત મહોલ્લામાં ઉમરા પોલીસે માહિતીના આધારે દરોડા પડયા હતા અને ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું હતું. રેડ દરમિયાન સામે આવેલા દ્રશ્યો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. નોંધનિય છેકે, પોલીસે રેડ કરીને દારૂની ખાલી બોટલ, દારૂ બનાવવાનો કલ, માલ્ટ અને એસેન્સ કેમિકલ, સ્ટીકર તથા પુઠાના બોકસ વગેરે મળી કુલ રૂ. 36,850ના મુદ્દામાલ સાથે જમીન દલાલની ધરપકડ કરી છે.

આ રેડ બાદ ઉમરા પોલીસે કલ્પેશ ઉર્ફે લાલો રામચંદ્ર સામરીયાની ધરપકડ કરી હતી. નોંધનિય છે કે, પોલીસે વિદેશી બનાવટની અલગ-અલગ બ્રાંડની ખાલી બોટલ અને સ્ટીકર, 10 લિટર આલ્કોહોલ, દારૂ બનાવવાનો કલર, 1 લિટર માલ્ટ કેમિકલ, 2 લિટર એસેન્સ, પ્લાસ્ટિકના 5 કેરબા, બોટલ પેક કરવા માટેના 2 નંગ હેન્ડ પ્રેસીંગ મશીન, વિદેશી દારૂની બોટલના ઢાંકણ નંગ 3112, આલ્કોહોલની માત્રા ચેક કરવાનું મીટર, પુઠાના બોક્ષ, પ્લાસ્ટિકના 200 લિટરનું પીપ, વિગેરે મુદામલ જપ્ત કર્યો હતો.

તો બીજી તરફ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરતા એક પછી એક હકીકત સામે આવી તો જેની અંદર આ જમીન દલાલીનો વ્યવસાય કરતા હતા પણ કોરોના સમયે ઘણા સમયથી ઘરે હતા જેથી કોઈ વેપાર કરી શક્યા ન હતા. જેથી સરળ અને ઝડપી રૂપિયા કમાવવા માટે કમલેશ ઉર્ફે લાલો સામરીયા છેલ્લા ઘણા સમયથી કેમિકલની મદદથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન